મોરબીના લાલપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં લોડર ચાલકે માથું કચડી નાખતા દોઢ વર્ષના બાળકનું મોત
વાંકાનેરના સરતાનપર મેટલ રોડ ઉપર સીરામીક કારખાનામાં રીવર્સમાં આવતા ટ્રક અને કન્ટેનર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત
SHARE
વાંકાનેર તાલુકાની હદમાં માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં ટ્રક કન્ટેનરના ચાલક દ્વારા કન્ટેનરનો પાછળનો દરવાજો બંધ કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે રિવર્સમાં આવી રહેલા ટ્રકના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવીને કન્ટેનરને ઠોકર મારી હતી ત્યારે કન્ટેનર અને ટ્રકની વચ્ચે દબાઈ જવાથી કન્ટેનર ટ્રકના ચાલકનું મોત નીપજ્યું હતું જેથી કરીને હાલમાં આ બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાની હદમાં આવેલ સરતાનપર માટેલ રોડ ઉપર આવેલ ગ્રેસ્ટોન સીરામીક કારખાનામાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ટ્રક કન્ટેનર નંબર જીજે 12 બીએકસ 3433 ના ચાલક રાજીવરંજન પોતાના ટ્રકમાં કન્ટેનરનો દરવાજો બંધ કરતા હતા ત્યારે ટાટા કંપનીના ટ્રક નંબર જીજે 36 વી 0482 ના ચાલકે તેનો ટ્રક બેફિકરાયથી રિવર્સમાં લીધો હતો અને કન્ટેનરને ઠોકર મારી હતી ત્યારે કન્ટેનર અને ટ્રકની વચ્ચે દબાઈ જવાથી રાજીવરંજનનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે મૂળ બિહારના પટોરી ગામના રહેવાસી ઉચિતકુમાર નાગેશ્વરસિંગ ઉંમર વર્ષ 39 એ ટાટા કંપનીના ટ્રક નંબર જીજે 36 વી 0482 ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી છે