મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં લોડર ચાલકે માથું કચડી નાખતા દોઢ વર્ષના બાળકનું મોત


SHARE













મોરબીના સીરામીક કારખાનાઓમાં અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાતા હોય છે જેમાં ખાસ કરીને વાહનની હડફેટે નાના બાળકો ચડી જતા હોય તેના મોત નીપજતા હોય છે આવી જ ઘટના મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ પાયોનિયર સિરામિક કારખાનાના માટી ખાતામાં બની છે અને તેમાં ત્યાં મજૂરી કામ કરતા યુવાનના દોઢ વર્ષના બાળકના માથા ઉપરથી લોડરનું તોતીગ ટાયર ફરી વળ્યું હતું જેથી કરીને બાળકનું મોત નીપજ્યું હતું અને વાહન ચાલક પોતાના હવાલા વાળું વાહન મૂકીને નાસી છૂટ્યો હતો જેથી કરીને મૃતક બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ પાયોનીયર સીરામીક કારખાનામાં મજૂરની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મીથલેશ ચંદ્રિકાભાઈ ચૌહાણ જાતે આદિવાસી (ઉમર 25) દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં લોડર નંબર જીજે 36 એસ 2368 ના ચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ અને તેના પત્ની પાયોનીયર સીરામીક કારખાનાના માટી વિભાગમાં સ્પ્રેડાયર પાસે મજૂરી કામ કરતા હતા ત્યારે તેઓનો દોઢ વર્ષનો દીકરો છોટુ ત્યાં રમતો હતો દરમ્યાન લોડર ચાલકે પૂર ઝડપે અને બેફિકરાયથી પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું અને ત્યારે ફરિયાદી યુવાનના દીકરાને હડફેટે લીધો હતો અને તેના માથા ઉપરથી લોડરનું વ્હીલ ફેરવી દીધું હતું જેથી કરીને દોઢ વર્ષના બાળકને ગંભીર ઈજા થવાથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હોય અકસ્માત સર્જીને લોડરને સ્થળ ઉપર મૂકીને નાસી છૂટેલા વાહન ચાલકને પકડવા માટે મોરબી તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે








Latest News