વાંકાનેરની ભાટીયા સોસાયટી પાસે મચ્છુ નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE
વાંકાનેર શહેરમાં ભાટિયા સોસાયટી પાસેથી પસાર થતી મચ્છુ નદીમાં નાહવા માટે ગયેલ યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું મોત પછી હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને અકસ્માત ગ્રુપના આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવવાની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર શહેરમાં આવેલ પરશુરામ પોટરી ખાતે રહેતા લલિતભાઈ સોમાભાઈ સારલા જાતે કોળી ઉંમર વર્ષ 28 વાંકાનેરની ભાટિયા સોસાયટી પાસે મચ્છુ નદીમાં ચાવડો ધરો પાસે ન્હાવા માટે નદીમાં ગયો હતો ત્યારે નદીના પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નિપજ્યુ હતું અને ત્યારબાદ તેના મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને અકસ્માત મૃત્યુના આ બનાવની વિશાલભાઈ સોમાભાઈ સારલા દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી