વાંકાનેરની ભાટીયા સોસાયટી પાસે મચ્છુ નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
હળવદના ચરાડવા ગામે રાયના કુચ્ચાના ઢગલા નીચેથી 276 બોટલ દારૂ સાથે બે ઝડપાયા: એક આરોપીની શોધખોળ
SHARE
હળવદ તાલુકાના ચરડવા ગામે પંચાસર નામની સીમમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી કરીને સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ખરાબાની જમીનમાં રાયના કુચ્ચાના ઢગલા નીચેથી દારૂની બોટલો મળી આવી હોય પોલીસે 276 બોટલ દારૂ જેની કિંમત 82,800 નો મુદ્દામાલ કબજે કરીને હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
હળવદના પી.આઈ. એમ.વી.પટેલની સુતના મુજબ સ્ટાફ કામ કરે છે ત્યારે કે.એમ.સોલગામાને હકીકત મળી હતી તે જગ્યાએ રેઇડ કરવામાં આવતા ચરાડવા થી સમલી ગામ તરફ જવાના રસ્તે પંચાસર નામની સીમમાં ખરાબાની જમીનમાં રાઈના કુચ્ચાના ઢગલામાંથી 276 બોટલ વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને 82,800 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પોલીસે આરોપી બાબુભાઇ દુદાભાઈ સાનીયા જાતે ભરવાડ (24) રહે. ચરાડવા રામજી મંદીર પાસે તાલુકો હળવદ અને મહેશભાઈ આત્મારામભાઈ માકાસણા જાતે પટેલ (47) રહે. ચરાડવા પંચાસર નામની સીમમાં વાડીમાં તાલુકો હળવદ વાળાની ધરપકડ કરે છે અને તેની પાસેથી આરોપી ભાણજીભાઈ માકાસણા જાતે પટેલ રહે. ચરાડવા વાળા નું નામ સામે આવ્યું છે જેથી કરીને તેને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે આ કામગીરી હળવદના પીઆઇની સૂચના મુજબ કે.એમ.સોલગામા, દેવેન્દ્રસિંહ ઝાલા, બીપીનભાઇ પરમાર, ગંભીરસિંહ ચૌહાણ, તેજપાલસિંહ ઝાલા, કમલેશભાઇ પરમાર દ્રારા કરવામાં આવેલ છે.