મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ મોરબીમાં 26 કલાકમાં પોણા બે ઇંચ, હળવદમાં પોણો અને માળીયામાં અડધો ઇંચ વરસાદ હળવદના જૂના દેવળીયા ગામે ઘરેથી આંતર જિલ્લા દારૂના ગુનામાં સંડોવાયેલ રીઢો આરોપી ઝડપાયો હળવદના દુષ્કર્મ-પોકસોના ગુનામાં આજીવન કેદની સજા પામેલ પેરોલ જમ્પ આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં ઘરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 પકડાયા: 58,300 ની રોકડ કબ્જે વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધને ઘેરી લઈને અજાણ્યા શખ્સોએ રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની કરી લૂંટ ટંકારાના છતર ગામ નજીક 3 પૈકીનાં 2 રાહદારી યુવાનને કાર ચાલકે ઉડાવ્યા: એકને માથામાં હેમરેજ-બીજાને સાથળમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબીમાં અગાઉ કરેલી ફરિયાદમાં સાક્ષી રહેલા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં અગાઉ કરેલી ફરિયાદમાં સાક્ષી રહેલા યુવાનને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીમાં અગાઉ કરવામાં આવેલ ફરિયાદમાં યુવાન સાક્ષી હોય તેને સાક્ષી નહિ રહેવા માટે વોટસઅપ વોઇસ રોકર્ડીગથી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
 

મોરબી શનાળા રોડ સત્યમપાન વાળી શેરી વિશ્વકર્માં પાર્કમાં રહેતા મેઘરાજભાઇ મોમભાઇ શરશીયા જાતે ભરવાડ ઉ.વ.૩૦ એ હાલમાં નવઘણભાઇ મોહનભાઇ બાંભવા રહે. તુલશીપાર્ક કંડલા બાયપાસ મોરબી વાળાની સામે તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેઅગાઉ સાહેદ પ્રકાશભાઇએ આરોપી વિરુધ્ધ ફરીયાદ કરી હતી જેમાં તે સાક્ષી છે જેથી આરોપીએ ફરીયાદીને સાક્ષી નહી રહેવા અને જુબાની નહી આપવા જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને આ ધમકી તેને વોટસઅપ વોઇસ રોકર્ડીગથી આપી હતી જેમાં તેને ગાળો અને ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી કલમ. ૫૦૪, ૫૦૬(૨), ૫૦૭ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે .

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News