મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની સરતાનપર ચોકડી પાસે ટ્રક ચાલકે રાહદારી-કારને હડફેટે લીધી,સારવારમાં યુવાનનું મોત


SHARE













મોરબીની સરતાનપર ચોકડી પાસે ટ્રક ચાલકે રાહદારી-કારને હડફેટે લીધી,સારવારમાં યુવાનનું મોત

મોરબીથી વાંકાનેર ને.હા. રોડ ઉપર સરતાનપર ચોકડી પાસેથી રાજકોટના આધેડ પોતાની ટાટા સુમો ગાડી લઈને જતાં હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરાઈથી તેનો ટ્રક ચલાવીને તેઓની ગાડી સાથે અને એક રાહદારી સાથે અથડાવ્યો હતો જેથી કરીને રાહદારીને ઇજાઓ થઈ હતી અને તેની ગાડીમાં નુકશાન થયું હતું જેથી તેઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોધાવતા પોલીસે આગળની કાર્યવાહી કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના જામનગર રોડ ઉપર શીતલ પાર્ક શેરી નં. ૦૪ માં બંસી વાલા મકાનમાં રહેતા અને જીઇબીમાં ફરજ બજાવતા રાજેશભાઇ દામજીભાઇ ચોલેરા જાતે લોહાણા ઉ.વ.૫૫ એ હાલમાં ટ્રક નં. આર.જે. 32 જીસી ૦૮૨૮ ના ચાલક વિક્રમસીંગ શ્રીપ્રુથ્વીસીંગ ગુજ્જર રહે. કેશવાના રાજપુત (રાજસ્થાન) વાળાની સામે ફરિયાદ નોંધવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીથી વાંકાનેર ને.હા. રોડ ઉપર સરતાનપર ચોકડી પાસેથી તે પોતાની ટાટા સુમો ગાડી નં. જીજે ૩ બીજી ૨૯૧૧ લઈને જતાં હતા ત્યારે ટ્રક ચાલકે પોતાના હવાલા વાળી ટ્રક નં. આર.જે. 32 જીસી ૦૮૨૮  વાળી પુર ઝડપે અને ગફલત ભરી રીતે બેફીકરાઇથી ચલાવી હતી અને રસ્તે ચાલીને જતા અર્જુન નામના યુવાનને હાથે પગે તથા માથાના ભાગે ઇજા કરી હતી જેનું રાજકોટ ખાતે સારવારમાં મોત નીપજેલ છે અને ઇન્ડીકેટર આપ્યા વગર અચાનક ટ્રક ચાલકે પોતાની ટ્રક ફરીયાદીની ટાટા સુમો ગાડી જતી હતી તે બાજુ કાવુ મારતા ફરીયાદીની ગાડી સાથે ડ્રાઇવર સાઇડે નુકશાન કર્યું છે જેથી કરીને પોલીસે આધેડની ફરિયાદ લઈને હાલમાં ઇપીકો કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News