મોરબીના શોભેશ્વર રોડે કારખાનામાં યુવાને અંતિમ પગલુ ભર્યુ : મોત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી ફોટોગ્રાફર્સ એસોસીએશનએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી ટી-સિરીઝ કંપની દ્રારા થતા અતિરેકની રાવ કરી


SHARE





























મોરબી ફોટોગ્રાફર્સ એસોસીએશનએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી ટી-સિરીઝ કંપની દ્રારા થતા અતિરેકની રાવ કરી

મોરબી ફોટોગ્રાફરો તથા વિડીયોગ્રાફરો ઉપર ટી-સિરીઝ કંપનીના અમાનુષી અત્યાચાર કરવામાં આવતો હોય તે અંગે એસો. દ્રારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.

કોરોનાની પરિસ્થિતિમાં લગ્ન પ્રસંગ કે ધાર્મિક મેળવળા ન હોવા છતાં કંપની દ્રારા લાયસન્સ લેવા દબાણ કરાઇ છે. ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર લોકોના ધાર્મિક અને સામાજીક કાર્યક્રમોનું વિડીયો કવેરેજ કરતા હોય છે જેની અંદર વિડીયો શુટીંગ દરમ્યાન આવેલા ધોંધાટને દબાવવા માટે વર્ષોથી જુદીજુદી જાતના ઇમેન્ટલ સોંગને ફીલ્મી ગીતોનો ઉપયોગ કરવામાં આવે છે.જે માત્રને માત્ર પાર્ટીના પર્સનલ ધરમાં જ જોવા માટે હોય છે લગ્નની કેસેટ કોઇ થિયેટર કે ટેલીવિઝનમાં બ્રોડકાસ્ટ કરવા માટે બનાવતા નથી.નિયમ મુજબ ધાર્મિક કાર્યોમાં ઓડીયો મુકવો એ કોઇ ગુન્હો નથી છતાં પણ ટી-સિરીઝ જેવી રેપ્યુટેડ કંપની ફોટોગ્રાફરો ઉપર પોલીસનો સપોર્ટ લઇને ગેરકાયદેસર રીતે દરોડા પાડે છે અને તેનું લાઇસન્સ લેવા ધમકાવે છે..! તે વાજબી છે..? તેના સેલ્સપર્સન જાણે તેમની પ્રોડકટ ધાકધમકીથી વેચવા માટે નિકળ્યા હોય તેમ ફોન દ્વારા બોલાવીને સ્ટુડીયો - ફોટોગ્રાફર - વિડીયોગ્રાફર તથા એડીટર વેપારીઓ સાથે અમાનવીય વર્તન કરે છે અને એટલું જ નહી પોલીસના અધિકારનો દુર ઉપયોગ કરી સામાન્ય ફોટોગ્રાફર ઉપર કોર્ટના સર્ચ વોરંટ વગર કે કોઇપણ જાતના આધાર પુરાવા આપ્યા વગર રેડ કરી તેમના આજીવિકાના સાધનો પંચનામું કર્યા વગર જ કબ્જે કરી જાય છે અને ધરપકડ પણ કરાવે છે. જાણે કોઇ મોટો ગુન્હો કર્યો હોય અમુક નાના નાના ફોટોગ્રાફરો માટે આજ એક આજીવિકાનું સાધન હોય છે તો ધણા આ માટે ડર ને કારણે પોતાનો ધંધો બંધ કરી કોમપ્યુટરો સગેવગે કરી ધંધા વિહોણા બેઠા છે..! જે દેશની સરકાર માટે દુઃખદાયક છે.રોજગારી વધે નહી તો કાંઈ નહી હાલ તો જે લોકો પાસે રોજગાર છે તે પણ બિચારા આવી એક કંપનીના ત્રાસને કારણે બેરોજગાર બની રહ્યા છે. સમાજમાં ફોટોગ્રાફર એક એવી જરૂરી વ્યકિત છે જે પોતાની આર્ટની મદદથી લોકોના પ્રસંગને આજીવન યાદગાર બનાવે છે તેને વિડીયોમાં ગીત મુકવા હોય તો તે પોતાના ઉપયોગ માટે કે તે ગીત મુકવાના એકસ્ટ્રા રૂપિયાનો ચાર્જ લેતો નથી.

આ ટાઇપની રેડ માત્ર અને માત્ર ગુજરાતમાં જ થાય છે અને ભારતભરમાં અન્ય કોઇપણ જગ્યાએ રેડ પાડી ફોટોગ્રાફરોને હેરાનગતી કરવામાં આવતી નથી.તો શા માટે ગુજરાતના ફોટોગ્રાફરોને નિશાન બનાવવામાં આવે છે..? અને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના અધિકારીના લેટરપેડ ઉપર મંજુરી લઇને આવે છે એવું જણાવે છે. પરંતું કોઇ કાગળ બતાવવામાં આવતો નથી તો આ બાબતે યોગ્ય તપાસ કરવી જરૂરી છે. સામાન્ય ફોટોગ્રાફરને આ એક પ્રાઇવેટ કંપની જે રીતે ડરાવીને પોતાની પ્રોડકટનું દબાણપૂર્વક લાયસન્સ લેવાની ફરજ પાડે છે તે શું વ્યાજબી છે ? જેના માટે તે કંપની વાર્ષિક રૂા.૧૫,૦૦૦ ફી લેવા માંગે છે તો શું આ યોગ્ય છે ? આ બાબત સરકાર અને પોલીસ અધિકારી સાચી વાત સાંભળે તેવો રજુઆતમા અનુરોધ કરવામાં આવ્યો છે.એક સામાન્ય કંપનીનો એન્ટીવાયરસ સોફટવેર માત્ર રૂા.૫૦૦ માં કંપની આપે છે તેમાં તે કંપની સીડી આપે છે સાથે ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ઓનલાઇન અપડેટ આપે છે પરંતું સુપર કેસેટ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.(ટી - સિરીઝ) દ્વારા જબરદસ્તીપૂર્વક આપવામાં આવતું લાયસન્સ માત્ર એક કાગળ જ આપે છે બાકી કોઇપણ વસ્તુ આપતી નથી તો રૂા.૧૫,૦૦૦ ટી-સિરીઝ કયાં કારણોસર ઉધરાવે છે તેની યોગ્ય તપાસ થવી જોઇએ.આ ઉપરાંત કોપીરાઇટ એકટ -૧૯૫૭ ની કલમ પ૨ (બાવન) મુજબ કોઇપણ ધાર્મિક સંરકરણમાં વપરાતાં ગીત, સંગીત કે મ્યુઝીક કોપીરાઇટમાં આવતા નથી તેવું અમારી જાણમાં આવેલ છે ટી-સિરીઝના સેલ્સપર્સન એવા મોરબી જીલ્લાના સંજયસિંહ ગોહીલ મો . નં. ૭૫૭૪૦ ૨૦૬૭૪ ટી , સિરીઝની કોપીરાઇટની માહિતી આપવા આવવાના હતા તે સંદર્ભે ૨૦ જેટલા ફોટોગ્રાફર-વિડીયોગ્રાફર હાજર હતા તેમા ટી- સિરીઝના નિતીનિયમો સમાવ્યા વગર લાઇસન્સ લેવા માનસિક અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો હતો અને રૂા.૧૫,૦૦૦ થી લાઇસન્સ લેવા માટે દબાણ આપે છે તેવી મોરબી ફોટોગ્રાફર્સ એસોસીએશન પ્રમુખ નિલેશભાઇ દેથરીયા સહિતનાઓએ માંગ કરેલ છે.
















Latest News