મોરબી ફોટોગ્રાફર્સ એસોસીએશનએ જીલ્લા કલેકટરને આવેદન પાઠવી ટી-સિરીઝ કંપની દ્રારા થતા અતિરેકની રાવ કરી
મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને જમીન ચકાસણી અંગે માર્ગદર્શન અપાયુ
SHARE
મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને જમીન ચકાસણી અંગે માર્ગદર્શન અપાયુ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે ખેડૂતોને તેમની જમીન ચકાસણીનું મહત્વ અને સોઈલ હેલ્થ કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ૨૨મી ઓગસ્ટ થી ૨૭મી ઓગસ્ટ કૃષિ સપ્તાહ અંતર્ગત ક્રિભકોના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ કોલેજના નિવૃત્ત આચાર્ય એરવાડિયા, કૃષી વૈજ્ઞાનીક ડૉ.જીવાણી, સરડવા તથા ક્રિભકોના એરિયા મેનેજરશ્રી વસોયાએ ખેડૂતોને જમીન ચકાસણી અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ કાર્યક્રમ થકી ખેડૂતોએ વૈજ્ઞાનીક દ્વારા જમીનની ફળદ્રુપતા કઈ રીતે ટકાવી રાખવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન મેળવી જમીનની ફળદ્રુપતા વધારવા માટે સંકલ્પબધ્ધ થયા હતા.