મોરબી, ટંકારા અને હળવદ જુગારની ૩ રેડ: ૧૪ જુગાર ૪૩૪૦૦ ની રોકડ સાથે ઝડપાયા
મોરબી શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી મેરેથોન દોડ યોજાઇ
SHARE









મોરબી શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી મેરેથોન દોડ યોજાઇ
મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા તથા મહામંત્રીઓ ભાવેશભાઈ અને રિશીપભાઇની તથા મોરબી તાલુકાના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા તથા મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરાની સૂચના અનુસાર મોરબી શહેર યુવા મોરચા તથા તાલુકા યુવા મોરચા દ્વારા મોરબી- માળિયા વિધાનસભા - ૬૫માં આજે મેરેથોન દોડ સ્વામિવિવેકાનંદજી પ્રતિમા થી સરદારસાહેબ પટેલની પ્રતિમા સુધી આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ મોરબી તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયા, મોરબી તાલુકા પંચાયત ચેરમેન રાકેશભાઈ કાવર, મોરબી શહેર મંત્રી નરેન્દ્રભાઇ પોપટ દ્વારા મેરેથોન દોડમાં હાજરી આપવામાં આવી હતી અને આ પ્રસંગે શહેર યુવા મોરચાના પ્રમુખ હર્ષભાઈ અગોલા, મહામંત્રી વિક્રમભાઈ વાંક અને યોગીરાજસિંહ જાડેજા, મોરબી તાલુકા યુવા ભાજપના પ્રમુખ નીતેશભાઈ બાવારવા તથા બંને મહામંત્રી આનંદભાઈ અગોલા તથા શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ અજયભાઈ બોરીચા, કેયુરભાઈ પંડ્યા, અરૂણભાઇ રામાવત, રવિભાઈ રબારી, જયેશભાઈ ડાભી, મીતુલભાઇ ધ્રાંગ્રા તેમજ મંત્રી ધવલભાઈ ત્રિવેદી, શક્તિસિંહ જાડેજા, મનીષભાઈ બોરીચા, સિધ્ધરાજસિંહ ઝાલા અને શિવરાજસિહ જાડેજા ,મનીષભાઈ સોલંકી,રામભાઇ જીલરિયા,મહાવીરસિંહ જાડેજા,સુખદેવ ભાઈ અને જયેશભાઈ ડાંગર હાજર રહ્યા હતા
