મોરબીમાં રોજગારી માટે આવેલ ઝારખંડના યુવાનનું અકસ્માતે ઇજા બાદ સારવારમાં મોત
મોરબી, ટંકારા અને હળવદ જુગારની ૩ રેડ: ૧૪ જુગાર ૪૩૪૦૦ ની રોકડ સાથે ઝડપાયા
SHARE









મોરબી, ટંકારા અને હળવદ જુગારની ૩ રેડ: ૧૪ જુગાર ૪૩૪૦૦ ની રોકડ સાથે ઝડપાયા
મોરબી, ટંકારા અને હળવદ તાલુકામાં પોલીસે જુગારની જુદીજુદી ત્રણ રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે કુલ મળીને ૧૪ જુગારીઓની ૪૩૪૦૦ ની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને તમામ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે
હળવદ તાલુકાનાં રાતાભેર ગામે મફતીયાપરાના ચોકમાં સ્ટ્ટીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે દેવરાજભાઇ ભવાનભાઇ કુણપરા જાતે ઠાકોર ઉવ.૨૩, રામજીભાઇ શામજીભાઇ ઇંદરીયા જાતે ઠાકોર ઉવ.૩૭, રાહુલભાઇ કાંતીલાલભાઇ સુરેલા જાતે ઠાકોર ઉવ.૨૩, મહાદેવભાઇ ભીમાભાઇ ચારોલા જાતે ઠાકોર ઉવ.૨૯ અને લાલજીભાઇ બચુભાઇ ધામેચા જાતે ઠાકોર ઉવ.૩૭ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા રૂપિયા ૨૧,૭૦૦ ના મુદામાલ સાથે આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી કરી હતી
ટંકારા જુગાર
ટંકારા કોળીવાસમા ખુલ્લી જગ્યામા જુગાર રમતા હતા ત્યાં ટંકારા પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જીગ્નેશ ઉર્ફે ઠેબો ધીરૂભાઈ બાબરીયા જાતે કોળી ઉ.વ.૨૫, જીગ્નેશભાઈ કારૂભાઈ ઉઘરેજા જાતે.કોળી ઉવ.૩૫, વિનોદભાઈ રામજીભાઈ દંતેસરીયા જાતે કોળી ઉવ.૫૦, કેશુભાઈ મગનભાઈ મકવાણા જાતે કોળી ઉ.વ.૪૩, કમલેશભાઈ બાબુભાઈ ઉઘરેજા જાતે કોળી ઉ.વ.૩૦ અને પરેશભાઈ વશરામભાઈ દેગામા જાતે કોળી ઉ.વ.૨૫ રહે બધા જ ટંકારા ઉગમણા નાકા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપીયા ૧૧૧૦૦ ના મુદ્દામાલ સાથે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી
લીલાપર રોડ જુગાર
મોરબી લીલાપર રોડ જય ભારત ટાઇલ્સ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કિશનકુમાર પ્રતાપભાઇ સંઘાર જાતે. રાજપુત ઉ.વ.૨૧ રહે. ચિત્રોડા તાલુકો રાપર, હરદેવભાઇ ગોપાલભાઇ વઢલેકીયા જાતે કોળી ઉ.વ.૨૫ રહે. લીલાપર રોડ હોથીપીરની દરગાહની બાજુમાં અને મનસુખભાઇ અમરશીભાઇ બાબરીયા જાતે કોળી ઉ.વ.૪૦ રહે. લીલાપરરોડ હોથીપીરની દરગાહની સામે વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલસીએ રોકડા રૂપિયા ૧૦૬૦૦ ના મુદામાલ સાથે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
