વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનારા રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19થી વધુ લોકોએ મારમાર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના જુદાજુદા રોડના કામ માટે અજયભાઇ લોરિયા ધારાસભ્ય સાથે સીએમને મળ્યા


SHARE

















મોરબીના જુદાજુદા રોડના કામ માટે અજયભાઇ લોરિયા ધારાસભ્ય સાથે સીએમને મળ્યા

મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના અધ્યક્ષ અજયભાઇ લોરિયા જુદા જુદા રસ્તાના કામો અન્વયે મોરબીના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને સાથે રાખી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને મળ્યા હતા ત્યારે ગાળા - સાપર રોડ પરનું નાળુ રૂપિયા ૩ કરોડના ખર્ચે પહોળું કરવા, વાઘપર બ્રીજના કામમાં વધુ નાલા મુકવા રજુઆત કરી હતી આ તકે મોરબી સિરામિક અસોશિયેશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા તેમજ ગાળાના યુવા ઉઘોઁગપતિ સતિષભાઈ બોપલીયા સાથે ઉપસ્થિત હતા, આ કામ તુરતમાં  હાથ ધરાશે, તેમજ નર્મદાની કેનોલોમાંથી મોરબી માળીયાના ગામોના ખેડૂતોના પાક વરસાદ ખેંચાતા બચાવી લેવા પાણી સમયસર પૂરતું ઉપલબ્ધ કરવા કરેલ રજુઆતનો પણ હકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો હતો અને અજયભાઇ લોરિયાની શહીદોના પરિવારને આર્થિક સહાય અને કોરોનામાં કરેલ સેવાથી બ્રિજેશભાઈએ નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા ત્યારે તેઓએ અજયભાઇને ધન્યવાદ આપ્યા હતા




Latest News