મોરબીના જુદાજુદા રોડના કામ માટે અજયભાઇ લોરિયા ધારાસભ્ય સાથે સીએમને મળ્યા
મોરબીમાં બે સ્થળોએ જુગારની રેડ : એક મહિલા સહિત જુગાર રમતા સોળની ધરપકડ
SHARE









મોરબીમાં બે સ્થળોએ જુગારની રેડ : એક મહિલા સહિત જુગાર રમતા સોળની ધરપકડ
મોરબી સીટી એ ડિવિઝન તથા બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા શહેરના બે જુદાજુદા વિસ્તારોમાં જૂગાર અંગેની રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાનમાં એક મહિલા સહીત કુલ સોળ જુગારિઓ રોકડા રૂપિયા ૫૩,૦૫૦ સાથે પકડાયા હોય તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે નવલખીરોડ લાયન્સનગર વિસ્તારમાં આવેલ રામ પાન વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમી રહેલા ઇસમોની ઉપર રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમી રહેલા રાજુ હિતેષ નાગહ રબારી (૨૧) રહે.લાયન્સનગર, હરૂભા કનુભા ઝાલા દરબાર (૬૦) રહે.લાયન્સનગર, અરવિંદસિંહ જીતુભા જાડેજા દરબાર (૫૪) રહે.વિદ્યુતનગર, રાહુલ કમલેશ જોગીયાણી રાવળદેવ (૨૪) રહે.હાપલીયાપાર્ક કોઠારીયાયા રોડ રાજકોટ, હરેશગિરી બળદેવગીરી ગોસ્વામી બાવાજી (૪૦) રહે.લાયન્સનગર, નિલેશ મનસુખ જોગેલા રાવળદેવ (૩૨) રહે.રણછોડનગર, કૌશલ રાયમલ લાંબરીયા ભરવાડ (૪૨) રહે.સેન્ટમેરી સ્કૂલ પાસે, નિતીન મનુભારથી ગોસ્વામી બાવાજી (૪૮) રહે.સેન્ટમેરી સ્કૂલ પાસે તેમજ રેખાબેન હરેશભાઈ ગોસ્વામી બાવાજી (૩૮) રહે.લાયન્સનગરની રોકડા રૂપિયા ૩૨,૬૦૦ સાથે ધરપકડ કરી તમામની વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
દાઉદ પ્લોટ જુગાર
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે શહેરના દાઉદી શેરી નંબર-૧ માં સાબુના કારખાના પાસે જાહેરમાં જુગાર રમી રહેલા ઇસમો ઉપર પોલીસ દ્રારા રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જાહેરમાં જુગાર રમી રહેલા મયુર મનસુખ લોરીયા દેવીપુજક (૨૫) રહે.કાલીકા પ્લોટ, સાકીર રજાક બ્લોચ મકરાણી (૨૦) રહે.કાલીકા પ્લોટ, નિઝામ જુસબ કટિયા મિંયાણા (૨૨) રહે.મચ્છીપીઠ જુના બસ સ્ટેશન પાસે, ઇમરાન ઇબ્રાહિમ ઇરાની આરબ (૩૦) રહે.કાલીકા પ્લોટ, સંજય કાળુ કુંઢીયા દેવીપુજક (૨૭) રહે.દાઉદી પ્લોટ સાબુના કારખાના પાસે, પીંન્ટુ કાળુ દેવીપુજક (૨૫) રહે.દાઉદ પ્લોટ અને એઝાઝ નુરમામદ જામ મીંયાણા (૨૯) રહે.૮-લાતી પ્લોટની રોકડા રૂપિયા ૨૦,૪૫૦ સાથે એ ડિવિઝન પોલીસ સ્ટાફે ધરપકડ કરીન તમામ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”
