હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે સરકારી ખરાબા ગોચર સહિતની જગ્યા ઉપર થયેલા દબાણ દૂર કરવાની માલધારી સમાજની માંગ


SHARE









મોરબીના રવાપર ગામે સરકારી ખરાબા ગોચર સહિતની જગ્યા ઉપર થયેલા દબાણ દૂર કરવાની માલધારી સમાજની માંગ

મોરબી નજીકના રવાપર ગામે આવેલ સરકારી ખરાબની જમીન, ગૌચરની જમીન, ખરા, વાળા સહિતની જગ્યા ઉપર દબાણ કરી નાખવામાં આવેલ છે તેમ છતાં પણ તે દબાણને દૂર કરવા માટેની નકર કામગીરી કરવામાં આવતી નથી જેથી કરીને સરકારી ખરાબ, ગોચરની જમીન સહિતની તમામ જગ્યા ઉપર કરવામાં આવેલા કાચા પાકા તમામ દબાણ અને દૂર કરવા માટે થઈને માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે માલધારી સમાજના આગેવાનો પણ ત્યાં હાજર રહ્યા હતા

થોડા સમય પહેલા મોરબી નજીકના રવાપર ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા રજૂઆત કરીને બનાસકાંઠા બાજુથી આવેલા માલધારીઓ દ્વારા માધવ ગૌશાળા પાસે કાચા પાકા જે દબાણો કરવામાં આવ્યા છે તે દબાણોને દૂર કરવા માટે થઈને માંગ કરવામાં આવી હતી દરમિયાન આજે માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને રવાપર ગામે સરકારી ખરાબની જમીન, ગોચરની જમીન, ખરા, વાળા, કોમન પ્લોટ અને રસ્તાઓ ઉપર જે કાચા પાકા દબાણો છેલ્લા વર્ષોમાં ખડકી દેવામાં આવ્યા છે તે તમામ કાચા પાકા દબાણોને દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે




Latest News