ઓક્સફર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછા બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ મોરબી શહેર-હળવદના રણમલપૂર ગામે જુગારની 3 રેડમાં કુલ 19 શખ્સો 8.12 લાખની રોકડ સાથે પકડાયા મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ઠંડી વધતાં માળીયા, હળવદ અને મોરબી પંથકમાં વિદેશી પક્ષીઓનું આગમન: પક્ષી-પ્રકૃતિ પ્રેમી લોકોને જલસા


SHARE





મોરબી જીલ્લામાં ઠંડી વધતાં માળીયા, હળવદ અને મોરબી પંથકમાં વિદેશી પક્ષીઓનું આગમન: પક્ષી-પ્રકૃતિ પ્રેમી લોકોને જલસા

ગુજરાતમાં ચોમાસાની વિદાય પછી ઠંડીની સીઝન એટલે કે શિયાળાની શરૂઆત થતાની સાથે જ દર વર્ષે વિદેશ પક્ષીઓ ગુજરાતના મેહમાન બનતા હોય છે ચાલુ વર્ષે છેલ્લા દિવસોથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યારે હવે વહેલી સવારમાં મોરબી, માળિયા અને હળવદ વિસ્તારમાં વિદેશી પક્ષીઓ જોવા મળે છે જથી મોર્નીગ વોકમાં નીકળતા લોકો તેમજ ખાસ કરીને પક્ષી પ્રેમીઓ જય પણ વિદેશી પક્ષી ઘર આંગણે જોવા મળતા હોય છે ત્યાં જતા હોય છે

સામાન્ય રીતે કચ્છના દરિયાઈ રણકાઠાના વિસ્તારોમાં અને સુરેન્દ્રનગર જીલ્લાના છુટા છવાયા વિસ્તારોમાં વિદેશી પક્ષી જોવા મળતા હોય છે જો કે છેલ્લા વર્ષોથી મોરબીના પાડા પુલ ઉપર ભારતીય કબર જેવા જ દેખાતા રોઝીપેસ્ટર નામના નાના પક્ષી શિયાળામાં ઠંડીની શરૂઆત થતાની સાથે જ જોવા મળે છે તેવી જ રીતે માળિયા મિયાણાના વેણાસર, કુંભારિયા સહિતના દરિયાઈ રણકાઠાના વિસ્તારોમાં ફ્લેમિન્ગો તેમજ હળવદના સમાંતસર તળાવની આસપાસ સહિતના વિદેશી પક્ષીઓ હવે મોરબી જીલ્લામાં જોવા મળે છે જેથી મોરબી જીલ્લામાં મહેમાન બનેલા વિદેશી પક્ષી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ છે જો કે, અગાઉ જે રીતે વિદેશી પક્ષીનો શિકાર કરવાની ઘટના સામે આવી હતી તેવો કોઈ બનાવ મોરબી જીલ્લામાં ન બને તે માટે જે ગ્રામ્ય વિસ્તારના લોકો પૂરેપુરી તકેદારી રાખતા હોય છે

મોરબી જીલ્લામાં પર્યાવરણ અને પ્રકૃતિના જતન કરવા માટે મયુર નેચરલ ક્લબ સહિતની જુદીજુદી સંસ્થાઓ દ્વારા કામ કરવામાં આવતું હોય છે જેના ફળ સ્વરૂપે સ્થાનિક પક્ષી અને વિદેશીઓ પક્ષી મોરબીમાં ઘર આંગણે જોવા મળે છે અત્રે ઉલેખનીય છે કે જે વિદેશી પક્ષી મોરબી જીલ્લા કે ગુજરાતમાં આવે છે તેના પાછળનું મુખ્ય કારણ એવું માનવામાં આવે છે કે આ સમય દરમ્યાન તેમના પ્રદેશમાં વધુ પ્રમાણમાં ઠંડી પડતી હોય છે અને આપણા વિસ્તારમાં આ વિદેશી પક્ષીઓને અનુકુળ વાતાવરણ મળી રહે છે જેથી કરીને હજારો કિલો મીટરનું અંતર કાપીને આ પક્ષીઓ મોરબીના મહેમાન બને છે

વર્તમાન સમયમાં મોરબીની આજુબાજુમાં ચોતરફ કોક્રેટના જંગલ જોવા મળે છે અને ભાગદોડની જીંદગીમાં લોકો પર્યાવરણ અને પ્રકૃતિને ભૂલી જ ગયા છે જો કે કેટલા લોકો શિયાળાની વેહલી સવારમાં ઠંડીના આનંદની સાથે પક્ષીઓના કલરવ સહિતના પર્યાવરણ અને પ્રકૃતિને માણવા માટે બહાર નીકળતા હોય છે તેમને હાલમાં મજા પડી ગઈ છે કેમ કે આપણા મોર, પોપટ, ચકલી, કબુતર, હોલા સહીતન પક્ષીઓની સાથે મોરબી, મળીય અને હળવદ પંથકમાં વેહલી સવારે વિદેશી પક્ષી પણ દેખાવા લાગ્યા છે તેમને ખુલ્લા આકશમાં વિહરતા જોવા અને તેમનો આવજ સંભાળવા માટે લોકો જયા પણ વિદેશી પક્ષી આવ્યા હોવાનું જાણવા મળે તે જગ્યાએ પહોચી જતા હોય છે

દર વર્ષે નવરાત્રીની આસપાસથી શિયાળાની શરૂઆત થઇ જતી હોય છે અને દિવાળી સુધીમાં તો શિયાળો તેનો અસલ મિજાજ પકડી લેતો હોય છે જો કે ચાલુ વર્ષે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે અત્યર સુધી શિયાળામાં હોવી જોઈએ તેવી ઠંડી પડતી ના હતી જેથી દર વર્ષની જેમ વિદેશી પક્ષી જોવા મળતા ના હતા જો કે છેલ્લા એકાદ સપ્તાહથી લોકોને શિયાળામાં ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે અને ઠંડીની શરૂઆત થતાની સાથે જ મોરબી જીલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વિદેશી પક્ષીઓનું આગમન થવા લાગ્યું છે તે હક્કિત છે મોરબી જીલ્લામાં સામાન્ય રીતે ફલેમીંગો, સૈબેરીયન બર્ડ, રોઝીપેસ્ટર સહિતના વિદેશી પક્ષી જોવા મળે છે વધુમાં એવું પણ જાણવા મળે છે કે, ફલેમિંગો સહિત પક્ષી મેટિંગ પીરીયડમાં આ પ્રદેશમાં આવતા હોય છે જો કે, લોકો તેને જોવા માટે જતા હોવાથી તે થોડ ડીસ્ટર્બ થતા હોય છે તે હક્કિત છે




Latest News