મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મેયર સહિતની ટીમે પ્રસાદનું વિતરણ કર્યું મોરબીમહાપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મેયરની હાજરીમાં વૃક્ષારોપણ કરાયું સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને તેમાં મોરબી મહાપાલિકાના મે રેન્જ આઇજી ચિરાગ કોરડીયાનું મોરબીમાં સિરામિક એસો. દ્વારા ભગવાન રામની પ્રતિમા અર્પણ કરીને કરાયું સ્વાગત કચ્છ-મોરબીના રેન્જ આઇજી ચિરાગ કોરડીયા આજે મોરબીમાં: અધિકારીઓએ સાથે સમિક્ષા બેઠક યોજાઇ, ખનીજ માફિયાઓ સામે આકરી કાર્યવાહીના સંકેત મોરબીના રવાપર ગામે એસિડ પી ગયેલ નવોઢા બેભાન હાલતમાં સારવારમાં મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પિતરાઇ બહેનના શ્રીમંતમાં જવાની પતિએ ના કહેતા પરિણીતાએ કર્યો આપઘાત


SHARE











વાંકાનેરમાં પિતરાઇ બહેનના શ્રીમંતમાં જવાની પતિએ ના કહેતા પરિણીતાએ કર્યો આપઘાત

વાંકાનેર શહેરમાં આવેલ મન મંદિર સોસાયટીમાં રહેતી પરિણીતાની પિતરાઈ બહેનના ઘરે શ્રીમંતનો પ્રસંગ હતો અને તેના પતિએ ત્યાં જવાની ના પાડી હતી જેથી કરીને પરણીતાને લાગી આવતા પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી દીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ મન મંદિર સોસાયટીમાં રહેતા દિલીપભાઈ મોનાભાઈ લામકાના પત્ની અમુબેન લામકા (૨૮) પોતાના ઘરે હતા ત્યારે બપોરના સમયે ગળાફાંસો ખાઈને તેને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને ઘનશ્યામભાઈ મોનાભાઈ લામકા વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આપઘાતના આ બનાવની વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરી રહેલા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વાલજીભાઈ રામજીભાઈ પરમાર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે મૃતક પરણીતાના પરિવારજનો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ગઈકાલે મૃતક મહિલાની માસીની દીકરીના ઘરે શ્રીમંતનો પ્રસંગ હતો અને તેના ઘરે નૈવેધ હતા જેથી મૃતક મહિલાના પતિએ શ્રીમંતના પ્રસંગમાં જવાની ના પાડી હતી અને ત્યારબાદ તે પોતાના કામે જતો રહ્યો હતો અને દરમિયાન પરણીતા તેના ઘરે હતી ત્યારે તેને ગળાફાંસો ખાઈને આપઘાત લીધેલ છે હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

દારૂની બે બોટલ સાથે પકડાયો

ટંકારા તાલુકામાં પ્રભુચરણ આશ્રમથી કલ્યાણપર જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો સાથે હરેશભાઈ ખીમજીભાઈ ગોપાણી જાતે પટેલ (ઉંમર ૪૨) રહે. કલ્યાણપર વાળાની ધરપકડ કરેલ છે






Latest News