મોરબીના નીચીમાંડલ ગામે દુકાન પાસે બોલાચાલી-ઝઘડો થયા બાદ હવે સામસામે ફરિયાદ માળીયા (મી)ના મણાબા ફિડરમાંથી ચાલુ લાઇન કટ કરીને 1560 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી મોરબીના મકનસર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: મોટા દહીસરા પાસે હાર્ટ એટેકથી યુવાનનું મોત મોરબીમાં મિત્રે સાચવવા માટે દેશી કટ્ટામાંથી ફાયરિંગ થતાં ઇજા પામેલ યુવાન રાજકોટ સારવારમાં હળવદના કોયબા ગામે જુગાર રમતા 5 શખ્સ 14,200 ની રોકડ સાથે ઝડપાયા માળીયા (મી)ના નવાગામ વાંઢ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: 430 લિટર દારૂ-1400 લિટર આથો ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબી જિલ્લા ગ્રાહક અદાલતમાં કેસ કરનારા ગ્રાહકને સમયસર ન્યાય મળે તે માટે ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખે મુખ્યમંત્રીને કરી રજૂઆત મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને “કેરોસીન મુકત” જિલ્લો બનાવવા પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો લાભ લેવા અનુરોધ


SHARE











મોરબી જિલ્લાને “કેરોસીન મુકત” જિલ્લો બનાવવા પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો લાભ લેવા અનુરોધ

ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ “પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦” અંતર્ગત સમગ્ર દેશમાં એક કરોડ ગેસ કનેકશન વિતરણ માટે જાહેરાત કરાયેલ છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા તા.૧૦/૦૮ ના રોજ સમગ્ર દેશમાં “પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦” નું અમલીકરણ શરૂ કરાયેલ હોય મોરબી જિલ્લામાં અંત્યોદય યોજના અને બીપીએલ યોજના હેઠળ નોંધાયેલા રેશનકાર્ડ ધારકોને નજીકની ગેસ એજન્સીમાં આધાર-પુરાવા જમા કરાવવા ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી જી.એચ.રૂપપરા જણાવ્યુ છે

વધુમાં માહિતી આપતા ઇન્ચાર્જ મોરબી જિલ્લા પુરવઠા અધિકારી જી.એચ.રૂપાપરાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા “પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦” અંતર્ગત સમગ્ર રાજ્યને “કેરોસીન મુકત” કરાવવા માટે રાજ્યના બાકી રહેતા ૧૦ લાખ જેટલા લાભાર્થીઓને ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ગેસ કનેકશન આપવા માટે લક્ષ્યાંક નિયત થયેલ છે. રાજ્યના લાભાર્થીઓને એક સાથે શકય તેટલા વધુ ગેસ કનેકશનો આપી શકાય તે માટે સરકાર દ્વારા જરૂરી આયોજન કરવામાં આવેલ છે. આ માટે “પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના-૨.૦” અંતર્ગત મોરબી જિલ્લાના અંત્યોદય તથા બીપીએલ કેરોસીન કાર્ડધારકોને વિનામુલ્યે એલીજી ગેસ કનેકશનનો લાભ મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તેમની નજીકની ગેસ એજન્સીમાં વહેલા તે પહેલાના ધોરણે જમા કરાવવા અને મોરબી જિલ્લાને “કેરોસીન મુકત” જિલ્લો બનાવવા માટે અનુરોધ કર્યો છે.




Latest News