મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમિકા સાથે અણબનાવ થતાં યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE





મોરબીમાં પ્રેમિકા સાથે અણબનાવ થતાં યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબીના ઘુટુ ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતો અને ત્યાં સીરામીક કારખાનામાં કામ કરતા યુવાનને તેના વતનમાં કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ હતો અને તેની સાથે અણબનાવ થયો હોવાથી તેને મનોમન લાગી આવ્યું હતું જેથી કરીને યુવાને પોતાની ઓરડીની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓડિસા રાજ્યનો રહેવાસી અને હાલમાં મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ એન્ટિક માર્બો પ્રાઇવેટ લિમિટેડના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો સનતભાઈ મોહનભાઈ બહેરા (૨૨) નામનો યુવાન તેના લેબર કવાર્ટરની અંદર હતો ત્યારે તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મૃતક યુવાનના ભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનને તેના વતનમાં કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ હતો અને તે છોકરી સાથે અણબનાવ થતા તેને મનોમન લાગી આવ્યું હતું જેથી કરીને યુવાને પોતાની ઓરડોની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે તેવું મૃતકના પરિવારજન પાસેથી જાણવા મળ્યું છે હાલમાં મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક ચોકડી પાસે આવેલ શિવમ હોસ્પિટલ પાસેથી મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ આનંદનગરમાં રહેતા કોમલબા પૃથ્વીસિંહ જાડેજા (૨૬) પસાર થતા હતા ત્યારે રીક્ષા ચાલકે તેને હડફેટે લીધા હતા જેથી કોમલબા જાડેજાને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા
મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ એકોન સીરામીક કારખાનામાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો યુવાન કારખાનામાં કામ કરી રહ્યો હતો ત્યારે કામગીરી દરમિયાન જીતેન્દ્ર બાપુલાલ માલવીયા (૨૭) નામનો યુવાન સીડી ઉપરથી નીચે પડી ગયો હતો જેથી કરીને જીતેન્દ્ર માલવિયાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News