મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં ગરમ પાણી લઈને ન્હાવા જતાં સમયે લપસી પડતાં દાઝી ગયેલ યુવાનને સારવારમાં ખસેડાયો


SHARE





મોરબીમાં ગરમ પાણી લઈને ન્હાવા જતાં સમયે લપસી પડતાં દાઝી ગયેલ યુવાનને સારવારમાં ખસેડાયો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ ભુવનેશ્વરી પાર્કમાં રહેતો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ગરમ પાણીથી દાઝી જતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ ભુવનેશ્વરી પાર્કમાં રહેતો પિયુષ નિલેશભાઈ જાની (ઉંમર ૧૮) નામનો યુવાન પોતાના ઘરે હતો અને ન્હાવા માટે ગરમ પાણી લઈને જતો હતો ત્યારે પગ લપસી જતા તે પડી ગયો હતો અને તેના ઉપર ગરમ પાણી પડ્યું હતું જેથી કરીને પિયુષ જાની દાઝી ગયેલ હોવાથી તેને હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા
મોરબી શહેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા રાધેશ્યામ રાણાભાઇ ગઢવી (ઉંમર ૩૦) નામના યુવાનને બીલીયા ગામ નજીક ચોકડી પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા
મોરબીના લાલપર ગામ પાસે આવેલ એલિકા સિરામિક નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવરાજ સંગ્રામ ગુર્જર (૨૨) રહે. ભીલવાડા રાજસ્થાન વાળાને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News