મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા પાસે વોલ્વો બસનો અકસ્માત સર્જનાર ડ્રાઈવર સામે ગુનો નોંધાયો


SHARE





માળીયા (મી)ના વાધરવા પાસે વોલ્વો બસનો અકસ્માત સર્જનાર ડ્રાઈવર સામે ગુનો નોંધાયો

માળીયા હળવદ હાઇવે ઉપર વાધરવા ગામના પાટીયા પાસે પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને ૧૫ જેટલા મુસાફરોને ઈજા થઈ હતી આ બનાવ સંદર્ભે હાલમાં બસના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ વડોદરાથી કચ્છ તરફ જતી પટેલ ટ્રાવેલ્સની વોલ્વો બસ નં. એનએલ ૧ બી ૨૩૨૪ માળીયા હળવદ હાઇવે ઉપર આવેલ વાધરવા ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તે બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને બસમાં બેઠેલા મુસાફરો પૈકીના ૧૫ જેટલા મુસાફરોને નાના મોટી ઈજા થઈ હોવાથી તે તમામ ઇજાગ્રસ્તોને જે તે સમયે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને તેમાંથી એક મહિલાને વધુ સારવાર માટે રાજકોટ પણ લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે હાલમાં અમદાવાદના જુહાપુરા રોયલ અકબર બિલ્ડિંગમાં બ્લોક નંબર ડી ફ્લેટ ૩૦૨ ખાતે રહેતા મારૂફખાન ફતેખાન મલિક જાતે મુસ્લિમ (૫૭) એ બસના ચાલક વિપુલકુમાર રમણલાલ અકાલીયા રહે. અંબાજી માતાજીના મંદિર પાસે ધોળકા વાળાની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ દરિયાલાલ કાંટા પાસે રહેતા અનુબેન અનિલ ઠાકરે (૨૦) નામની મહિલાને પ્લાસ્ટિકના કારખાના પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને મારામારીના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સામેના ભાગમાં આવેલ ગાયત્રી નગર-૨ માં રહેતા હવાબેન સિદ્દીકભાઈ જામ (૨૮) બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બાઈકમાં પાછળના ભાગમાં બેઠેલા હવાબેન જામને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News