ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી !: પ્રોપેન ગેસના ભાવમાં વધારોનો બોમ્બ ફૂટે તો ઘણા કારખાના બંધ ?


SHARE











મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી !: પ્રોપેન ગેસના ભાવમાં વધારોનો બોમ્બ ફૂટે તો ઘણા કારખાના બંધ ?

મોરબી સીરામીક ઉદ્યોગકારો હાલમાં ઉત્પાદન માટે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરે છે અને છેલ્લા ઘણા સમયથી પ્રોપેન ગેસ સસ્તો હતો જેથી કરીને મોટાભાગના કારખાનેદારો પ્રોપેન ગેસ વાપરતા હતા જો કે, છેલ્લા ઘણા સમયથી પ્રોપેન ગેસના ભાવમાં કોઈ ભાવ વધારો કરવામાં આવ્યો ન હતો જો કે, હાલમાં બે પૈકીની એક કંપની દ્વારા પ્રોપેન ગેસના ભાવમાં સાડા ત્રણ રૂપિયાનો ભાવ વધારો કરી દેવામાં આવેલ છે અને બીજી કંપની તેના ભાવમાં વધારો કરવા માટેની તૈયારી કરી રહી છે અને હજુ આગામી દિવસોમાં પ્રોપેનના ભાવમાં મોટો ભાવ વધારો આવે તેવી શક્યતા છે અને જો તોતિંગ ભાવ વધારો આવશે તો મોરબીના ઘણા કારખાના બંધ થઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

મોરબીના સિરામિક એસો. દ્વારા રાજય અને કેન્દ્ર સરકારમાં અગાઉ અનેક વખત ગુજરાત ગેસ કંપનીની મોનોપોલીને તોડવા માટે મોરબીમાં પથવામાં આવેલ પાઇપ લાઈનમાં અન્ય કંપનીને પણ તેનો ગેસ સપલાઈ કરવા માટેની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી જો કે, તે મંજૂરી આપવામાં આવી ન હતી અને ગુજરાત ગેસના ભાવ સતત વધી રહ્યા હતા જેથી હરિફાઇના યુગમાં ટકી રહેવું મોરબીના ઉદ્યોગકારો માટે કપરું બની ગયું હતું ત્યારે અહીના ઉદ્યોગકારોએ તેમના યુનિટમાં નેચરલ ગેસનો ઉપયોગ બંધ કરીને માલની પડતર કિંમત નીચી લાવવા માટે પ્રોપેન ગેસનો ઉપયોગ શરૂ કર્યો હતો અને આજની તારીખે ઉદ્યોગકારોએ ૪૫૦ જેટલા કારખાનામાં પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને માલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તેવા સમયે જો પ્રોપેન ગેસમાં જે ૧૦ થી ૧૫ રૂપિયાના ભાવ વધારાની ચર્ચા ચાલી રહી છે તે મુજબ ભાવ વધશે તો મોરબીના સિરામિક ઉદ્યોગકારોને બજારમાં ટકવું મુશ્કેલ બની જશે

મોરબીની આસપાસમાં સિરામિકના જે કારખાના આવેલા છે તેમાં ગુજરાત ગેસના વિકલ્પ તરીકે પ્રોપેન ગેસને સ્વીકારીને સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે અને ત્યાર સુધી આ બંને ગેસના ભાવમાં સરેરાશ ૧૫ થી ૨૦ રૂપિયાનો ભાવ ફેર રહેતો હતો જેથી કરીને મોરબીના ઉદ્યોગકારોને ઘણી રાહત રહેતી હતી જો કે, ઇન્ટર નેશનલ માર્કેટમાં ક્રૂડના ભાવમાં વધારો થયો છે જેથી કરીને મોરબીના બે કંપની બીપીસીએલ અને આઇઓસી દ્વારા પ્રોપેન ગેસની સપ્લાઈ કરવામાં આવે છે તે પૈકીની એક કંપની દ્વારા તેના ભાવમાં સાડા ત્રણ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવેલ છે અને બીજી કંપની ભાવ વધારો કરવા માટે તૈયારી કરી રહી છે જેથી આજની તારીખે મોરબીના ઉયોગકારોને ૫૨.૧૬ રૂપિયાના ભાવથી પ્રતિક્યુબિક મીટર ગુજરાત ગેસ મળે છે અને પ્રોપેન ગેસ ૪૬.૫૦ રૂપિયાના ભાવથી પ્રતિક્યુબિક મીટર મળે છે જેથી આ બંને ગેસના ભાવ હાલમાં લગોલગ આવી ગયા છે અને આગામી દિવસોમાં પ્રોપેન ગેસના ભાવમાં મોટો ભાવ વધારો આવે તેવી શક્યતા છે અને જો પ્રોપેન ગેસના ભાવમાં તોતિંગ ભાવ વધારો આવશે તો મોરબીના ઘણા કારખાના બંધ થઈ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

હાલમાં ઉદ્યોગકારો પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં આજની તારીખે ૪૫ લાખ ક્યુબિક મીટર પ્રોપેન ગેસનો ઉપયોગ કરવામાં આવે છે અને ગુજરાત ગેસ કંપની દ્વારા છેલ્લે જે ભાવ ઘટાડો કરવામાં આવ્યો ત્યાર પછી માંડ માંડ ૧૯ લાખ ક્યુબિક મીટર ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે પ્રોપેન ગેસ ઉપર આધાર રાખીને માર્કેટમાં માંડ માંડ ટકી રહેલા ઉદ્યોગકારોની સ્થિતિ હાલમાં સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગયેલ છે કેમ કે, દરેક કારખાનેદારે તેના કારખાનામાં સરેરાશ એક કરોડ રૂપિયાનો ખર્ચ કરીને ગેસના ભાવ ફેરનો લાભ લેવા માટે સુધારા વધારા કર્યા હતા ત્યાં બંને ગેસના ભાવ સરખા થઈ જતાં લાભ લેવાની વાત તો દૂરની છે કારખાના બંધ કરવા પડે તો નવાઈ નથી






Latest News