લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ૩૭૮૦ બોટલ દારૂ પકડાવાના ગુનામાં ઝડપાયેલા બે આરોપીના રિમાન્ડ મંજૂર ન થતાં જેલ હવાલે


SHARE





મોરબી નજીકથી ૩૭૮૦ બોટલ દારૂ પકડાવાના ગુનામાં ઝડપાયેલા બે આરોપીના રિમાન્ડ મંજૂર ન થતાં જેલ હવાલે

મોરબીના બેલા ગામ પાસે ગોડાઉનમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૩૭૮૦ બોટલો મળી આવી હતી જે ગુનામાં અગાઉ રાજકોટના બુટલેગર ફિરોજ મેણુની ધરપકડ કરવામાં આવ્યા બાદ એલસીબીની ટીમે વધુ બે આરોપીનો જુદીજુદી જેલમાંથી કબજો લઈને ધરપકડ કરી હતી અને બંને આરોપીને મોરબીની કોર્ટમાં રજૂ કરીને તપાસનીશ અધિકારી બંને આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જો કે, કોર્ટે રિમાન્ડ મંજૂર ન કરતાં બંને આરોપીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે

થોડા સમય પહેલા મોરબીના બેલા ગામની સીમમાં સાંઇ ઇન્ડસ્ટ્રીમાં પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૨ વાળા ગોડાઉનમાં એલસીબીની ટીમે રેડ કરી હતી અને ત્યારે ગોડાઉનમાંથી  દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૩૭૮૦ બોટલ સહિત કુલ ૨૦,૧૯,૩૨૦ નો મુદામાલ કબજે કરેલ હતો અને આ માલ રાજકોટના કુખ્યાત બુટલેગર ફીરોજભાઇ હાસમભાઇ મેણુ જાતે સંધી રહે. જંગલેશ્ર્વર વાળાનો હોવાનું સામે આવ્યું હતું જેથી આ ગુનામાં થોડા દિવસો પહેલા પોલીસે ફિરોજ મેણુની ધરપકડ કરી હતી અને તે હાલમાં મોરબીની જેલમાં છે ત્યારે આ ગુનામાં પોલીસે ધવલ રસીકભાઇ સાવલીયા જાતે પટેલ (૨૮) રહે. કોઠારીયા મેઇન રોડ રાજકોટ અને ધવલ બટુકભાઇ વડનાગરા (૩૦) રહે. દેવપરા રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને બંને આરોપીને ત્રણ દિવસના રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કર્યા હતા જો કે, કોર્ટે રિમાન્ડ મંજુર ન કરતાં તે બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે 




Latest News