મોરબીના ટીંબડી નજીક બાઇક અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં એકનું આધેડનું મોત, બેને ઇજા ટંકારાના નેકનામ-પડધરી રોડ ઉપર પંચર પડેલા ટ્રકમાંથી દારૂની નાની-મોટી 14,352 બોટલ મળી, ટ્રક ચાલક સહિત બે સામે ગુનો નોંધાયો મોરબીમાં સાયન્સ કોલેજ પાછળ કારખાના પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી અને વાંકાનેર શહેરમાં અપમૃત્યુના જુદાજુદા ત્રણ બનાવમાં ત્રણ યુવાનના મોત હળવદમાં કૌટુંબિક બહેનનો પીછો કરતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો ટંકારાના નસીતપર ગામે ધરતી સ્પિનિંગ મિલમાં પગારના બાકી રૂપિયા માંગતા યુવાનને માર પડ્યો ! વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ૪.૪૫૦ કિલો ગાંજા સાથે પડકાયેલા બંને શખ્સનાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE











મોરબી નજીકથી ૪.૪૫૦ કિલો ગાંજા સાથે પડકાયેલા બંને શખ્સનાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના રફાળેશ્વર ગામે રહેણાંક મકાનમાં એસઓજીની ટીમે રેડ કરી હતી અને ત્યારે મકાનમાંથી ૪.૪૫૦ કિલો ગાંજાના જથ્થા સાથે ઘરધણી સહિત બે શખ્સ મળી આવ્યા હતા જે કરીને પોલીસે ગાંજો, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા, વજન કાટો સહિત ૫૩૩૦૦ ની કિંમતમાં મુદ્દા માલને કબજે કર્યો હતો અને આ બંને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

મોરબી જિલ્લા એસઓજીની ટીમે રફાળેશ્વર ગામમાં આંબેડકરનગરમાં રહેતા અમૃતભારથી ઉર્ફે અમુભારથી કાનભારથી ગોસાઈના રહેણાંક મકાનમાં ગાંજાની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી ૪.૪૫૦ કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ૪૪૫૦૦ ની કિંમતનો ગાંજો, બે મોબાઈલ ફોન, ૭૧૦૦ ની રોકડ, એક વજન કાંટો વગેરે મુદ્દા માલ મળીને ૫૩૩૦૦ ની કિંમતનો માલ પોલીસે સ્થળ ઉપરથી કબજે કર્યો હતી અને ત્યારે અમૃતભારથી ઉર્ફે અમુભારથી કાનભારથી ગોસાઈ અને બાબુભાઈ પાલાભાઈ રાઠોડ રહે બંન્ને આંબેડકર નગર રફાળેશ્વર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી બનાસકાંઠાના કરસનભાઈ ભીખાભાઈ વાઘેલાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટેની તજવીજ ચાલુ છે દરમ્યાન પકડાયેલા બંને આરોપીને તપાસનીશ અધિકારી પીએસઆઇ કે.એચ. ભોચિયા દ્વારા રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી કોર્ટે બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.

વાહન અકસ્માતના બનાવમાં ધરપકડ

મોરબી તાલુકાના બંધુનગર અને સરતાનપર ગામ વચ્ચે થયેલ વાહન અકસ્માતના બનાવમાં તાલુકા પોલીસ દ્વારા એકની ધરપકડ કરવામાં આવેલ છે.મળતી માહિતી મુજબ વાહન અકસ્માતના ફેટલના બનાવમાં તાલુકા પીએસઆઇ બી.એમ.બગડા તથા રાઇટર વાસુદેવભાઈ દ્વારા વાહન અકસ્માત સર્જી યુવાનનું મોત નિપજાવનાર રાજુ હીરાભાઈ પટેલિયા (૧૯) હાલ રહે.મેગા સીરામીક હળવદ રોડ ઊંચી માંડલ તાલુકો જીલ્લો મોરબી મૂળ રહે ખપરીયા તાલુકો કોલારસ જિલ્લો શિવપુર મધ્યપ્રદેશ વાળાની ફેટલના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.

દવા પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે નટરાજ ફાટક પાસે રહેતા ગોલુબેન ગુમાનભાઈ નામની ૧૫ વર્ષની સગીરા કોઈ કારણોસર માળીયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામ નજીક કપાસમાં છાંટવાની દવા પી જતા તેણીને સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી હોસ્પિટલ સુત્રો તરફથી બનાવની જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ આ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.






Latest News