લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી કેટલુ સલામત..? : બગથળા ગામે ઘર પાસેથી ટ્રેકટરની ટ્રૉલીની ચોરી


SHARE





મોરબી કેટલુ સલામત..? : બગથળા ગામે ઘર પાસેથી ટ્રેકટરની ટ્રૉલીની ચોરી

મોરબીના જુદા જુદા વિસ્તારમાંથી સોના-ચાંદીના દાગીના દાગીના, વાહનો, ખાદ્ય વસ્તુઓ વગેરેની ચોરી થતી હોય તેવું તો અનેક વખત સામે આવ્યું છે પરંતુ હવે ટ્રેક્ટરની ટ્રોલી પણ સલામત નથી તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે કારણ કે મોરબી તાલુકાના બગથળા ગામે પારેવડી ચોક પાસેથી અજાણ્યો ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર ટ્રોલીની ચોરી કરી ગયેલ છે જેથી ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતની ટ્રોલીની ચોરી થઈ હોવા અંગેની હાલમાં આધેડે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બગથળા ગામે પારેવડી ચોક તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા જયંતીભાઈ બાલુભાઈ બોપલિયા જાતે પટેલ (ઉમર ૫૨) એ હાલમાં અજાણ્યા લાલ કલરના ટ્રેક્ટરના ચાલક સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, અજાણ્યો શખ્સ લાલ કલરનું ટ્રેક્ટર લઈને આવ્યો હતો અને તેના ઘર પાસે તેની માલિકીની ટ્રેક્ટરની ટ્રોલી નં. જીજે ૩ ટી ૬૬૩૫ પાર્ક કરીને મૂકી હતી તે ટ્રેક્ટર ટ્રોલીને ટ્રેક્ટરમાં લગાડીને અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે..! જેથી રૂા.૩૦,૦૦૦ ની કિંમતની ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી થયેલ હોય ભોગ બનેલ આધેડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદને આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના વિશિપરામાં આવેલ મસ્જિદ પાછળના વિસ્તારમાં રહેતા રામપાલ કાળાચંદ બધેલ નામના ૧૮ વર્ષના યુવાનને વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા રામપાલ બધેલ પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે લાલપર ગામ પાસે કોઈ કારણોસર તેનું વાહન સ્લીપ થઈ જતા તેને ઇજાઓ પહોંચી હતી જેથી સારવારમાં ખસેડાયો હતો.જ્યારે માળિયા મિંયાણાના નાની બરાર ગામે રહેતા મોહનભાઈ રણછોડભાઈ ચાવડા નામના ૩૨ વર્ષના યુવાનને નવલખી હાઇવે ઉપર જેપુર ગામના બસ સ્ટેશન પાસેથી બાઈક ઉપર જતા સમયે બાઇક પલ્ટી મારી જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ પહોંચતા તેને પણ ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હોય હાલ તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.




Latest News