મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના જામસર થી મકતાનપર ગામ વચ્ચે 355 બોટલ દારૂ ભરેલ ઇકો કાર ઝડપાઈ: કાર ચાલક ફરાર


SHARE











વાંકાનેર તાલુકાના જામસર થી મકતાન પર ગામ વચ્ચે 355 બોટલ દારૂ ભરેલ ઇકો કાર ઝડપાઈ: કાર ચાલક ફરાર

વાંકાનેર તાલુકાના માટેલ થી જામસર રોડ તરફ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલો ગાડીનો ચાલક પોલીસને ત્યાં જોઈ જતા તેની ગાડી જામસર ચોકડીથી મકતાનપર તરફ લઈ લીધી હતી જેથી કરીને પોલીસે તે ગાડી નો પીછો કરતા રોડ સાઈડમાં ઇકો ગાડી મકતાનપર બાજુ નીચે પડેલી મળી આવી હતી જેથી પોલીસે રેઢી પડેલ ગાડીનો ચેક કરતા તેમાંથી 355 બોટલ દારૂ મળી આવી હોય દારૂ અને ગાડી મળીને પોલીસે કોલ 4,48,425 ની કિંમત પણ મુદ્દામાલ કબજે કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ માટેલ ગામ તરફથી જામસર ચોકડી તરફ જવાના રસ્તા ઉપર પેટ્રોલિંગમાં હતી ત્યારે માટેલ ગામથી જામસર ચોકડી તરફ જવાનો રસ્તા ઉપર એક ઇકો ગાડી આવી રહી હતી પરંતુ ત્યાં પોલીસની હાજરી હોવાનું ઇકો ગાડીના ડ્રાઈવરએ જોઈ લેતા પોતાની ગાડી જામસર ચોકડી થી મુક્તાનપર ગામ તરફ વાળી લીધી હતી જેથી કરીને પોલીસે તેનો પીછો કર્યો હતો અને ઇકો ગાડીના ચાલકે મકતનપર ગામ તરફ જવાનો રસ્તા ઉપર આવતા વીજ કંપનીના સબ સ્ટેશન પાસે રોડ સાઈડમાં તેની ગાડી નીચેના ભાગમાં ઉતારી દીધી હતી જેથી કરીને પોલીસે ત્યાં પહોંચીને ઇકો ગાડીને ચેક કરી હતી ત્યારે તેમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 355 બોટલો મળી આવી હતી જેથી દારૂ અને ઈકો ગાડી મળીને પોલીસે 4,48,425 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને દારૂ ભરેલી કાર છોડીને નાસી ગયેલા અજાણ્યા શખ્સની સામે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News