લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.એ લાલ આંખ કરતાં વિવેક બિન્દ્રાએ વિડીયો ફેસબુકમાંથી હટાવી દીધો


SHARE





મોરબી સિરામિક એસો.એ લાલ આંખ કરતાં વિવેક બિન્દ્રાએ વિડીયો ફેસબુકમાંથી હટાવી દીધો

મોરબીની સિરામિક ટાઇલ્સને વિવેક બિન્દ્રાએ એક વિડિયોમાં હલકી ગુણવતાની કહી હતી જેથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાં તેની સામે રોષની લાગણી હતી અને વિવેક બિન્દ્રા વિડીયો ન હટાવે તો તેની સામે કાનૂની કાર્યવાહી કરવાનું મોરબી સિરામિક એસો. દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું હતું તેવામાં મોરબી સિરામિક એસો. આગળ વધે તે પહેલા જ વિવેક બિન્દ્રાએ ફેસબુકમાંથી તેનો વિડીયો હટાવી દીધો છે

મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વમાં નામના ધરાવે છે ત્યારે કશું જ જાણ્યા વગર બિલ્ડરોની નબળી કામગીરી અને છેતરપિંડીની વાત કરવા માટે મોટીવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાએ એક વિડીયો બનાવ્યો હતો જે તેમના દ્વારા તેના ફેસબુક એકાઉન્ટ ઉપર મૂકવામાં આવ્યો હતો અને તેમાં બિલ્ડરો પહેલા ઇટાલિયન માર્બલ બતાવે છે સેમ્પલ ફ્લેટમાં અને પછી મોરબીની હલકી ટાઇલ્સ લગાવે છે તેવું કહ્યું હતું જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોમાં ભારોભાર રોષની લાગણી ફેલાયેલ હતી અને મોરબી સિરામિક એસો. પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, મોરબી સિરામિક ટ્રેડને નુકશાન થાય તેવું વિવેક બિન્દ્રા તેના વિડીયોમાં બોલ્યા હતા જેથી કરીને તેની સામે ઉદ્યોગકારોમાં ભારે નારાજગી હતી અને મોરબીના સિરામિક ઉદ્યોગની પ્રતિષ્ઠાને નુકશાન થાય તેમ હતું જેથી ફેસબુકમાંથી આ વીડિયો બ્લોક કરવા માટે મોટા પ્રમાણમાં મોરબીના ઉદ્યોગકારો દ્વારા રીકવેસ્ટ પણ મોકલવામાં આવી હતી અને વિવેક બિદ્રા સામે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી હતી જો કે, મોરબી સિરામિક એસો. દ્વારા કાનૂની કાર્યવાહી કરવામાં આવે તે પહેલા જ વિવેક બિન્દ્રાએ તેના ફેસબુકમાંથી મોરબીના સિરામિક ઉદ્યોગને નુકશાન થાય તેવો વિડીયો હટાવી દીધો છે




Latest News