વાંકાનેર તાલુકાના જામસર થી મકતાનપર ગામ વચ્ચે 355 બોટલ દારૂ ભરેલ ઇકો કાર ઝડપાઈ: કાર ચાલક ફરાર
વાંકાનેર માર્કેટ યાર્ડની ચુંટણીનું પરિણામ જાહેર: હાલમાં કોંગ્રેસ પ્રેરિત 10, ભાજપ પ્રેરિત 5: હવે તડજોડ શરૂ
SHARE
વાંકાનેર માર્કેટ યાર્ડની ચુંટણીનું પરિણામ જાહેર: હાલમાં કોંગ્રેસ પ્રેરિત 10, ભાજપ પ્રેરિત 5: હવે તડજોડ શરૂ
મોરબી જીલ્લાના વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણી મતદાન લગભગ એક વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું જોકે ત્યારબાદ લાંબી કાનૂની લડાઈ ચાલી હતી અને હાલમાં વાંકાનેર માર્કેટ યાર્ડની ચૂંટણીનું ખેડૂત વિભાગ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેથી કરીને યાર્ડ ની કુલ મળીને 15 બેઠકોમાંથી હાલમાં કોંગ્રેસ પ્રેરિત 10 અને ભાજપ પ્રેરિત પાંચ બેઠકો આવી હોવાનું ચિત્ર સ્પષ્ટ થયું છે અને હવે સત્તાના કેન્દ્ર સ્થાન સુધી પહોંચવા માટે તળજોડનું રાજકારણ ચાલી રહ્યું હોવાનું ચર્ચા રહ્યું છે
મોરબી જિલ્લાના ત્રણ માર્કેટ યાર્ડ પૈકીનું વાંકાનેર માર્કેટ યાર્ડ વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત પેનલના હાથમાં છે જે યાર્ડને કોંગ્રેસ પાસેથી આંચકી લેવા માટે લગભગ વર્ષ પહેલા યોજાયેલ ચુંટણીમાં મોરબી જિલ્લા ભાજપ તેમજ સાંસદ સહિતનાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું અને મતદારોને પોતાની બાજુ આકર્ષવા માટે થઈને કામગીરી કરી હતી જોકે મતદાન પૂર્વે જુદી-જુદી ત્રણ મંડળીઓ માટે થઈને હાઈકોર્ટમાં જુદીજુદી ત્રણ પીટીશન કરવામાં આવી હતી તેની હાઇકોર્ટ મેટર ચાલુ હોવાના જે તે સમયે ત્રણ મંડળીના કુલ મળીને 31 મતોને અનામત રાખવામા આવ્યા હતા અને તેની ગણતરી ક્રમશ: કરવામાં આવી હતીજોકે છેલ્લે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ આદેશ મુજબ આજે વાંકાનેર યાર્ડની ખેડૂત પેનલની 10 બેઠકો માટેની ફાઇનલ વિજેતા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં કોંગ્રેસ પ્રેરિત છ અને ભાજપ પ્રેરિત ચાર ઉમેદવારો વિજય થયા હોવાનું જાણવા મળ્યું છે અને વાંકાનેર માર્કેટયાર્ડમાં કુલ મળી ને 15 બેઠકો છે જેમાં સંઘની એક, વેપારીની ત્રણ અને ખેડૂતની છ આમ કુલ મળીને 10 બેઠકો હાલમાં કોંગ્રેસ પ્રેરિત છે અને વેપારીની એક બેઠક તથા ખેડૂતોની ચાર આમ કુલ મળીને પાંચ બેઠકો ભાજપ પ્રેરિત છે આ યાર્ડમાં સત્તાના કેન્દ્ર સ્થાન સુધી પહોંચવા માટે નવ બેઠકો જેની પાસે હોય તે સત્તાના કેન્દ્ર સ્થાન સુધી પહોંચી શકે છે જેથી કરીને હવે વાંકાનેર માર્કેટયાર્ડને હસ્તગત કરવા માટે થઈને ભાજપ દ્વારા તડજોડનું રાજકારણ કરવામાં આવી રહ્યું હોવાનું ચર્ચા રહ્યું છે ઉલ્લેખનીય છે કે વાંકાનેર યાર્ડમાં ખેડૂતોની પેનલમાં પ્રથમ વખત ભાજપ પ્રેરિત ચાર ઉમેદવારો વિજય બન્યા છે તેવું રાજકીય આગેવાન પાસેથી જાણવા મળી રહ્યું છે