ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા કાળી ચૌદશની ગેરમાન્યતા-કુપ્રથા સામે પત્રિકા વિતરણ આંદોલનની શરૂઆત મોરબીથી કરી  ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સાપ કરડી જતા યુવાનનું મોત મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગાળજ માતાજીનાં મંદિરે યજ્ઞ યોજાયો મોરબીની અવની ચોકડીએ બોલેરોએ બાઈકને હડફેટે લેતા ત્રણ યુવાનો સારવારમાં મોરબી-નવલખી રોડ મુદે વિપક્ષના નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર કામે લાગ્યું, થીગડા મારવાનું શરૂ મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ બેટી બચાઓ, બેટી પઢાઓ: મોરબી અને માળીયા ઘટક કક્ષાનો કિશોરી મેળો યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના નાની બરાર ગામે ઘરમાંથી દારૂ-બીયર ઝડપાયો: આરોપીની શોધખોળ


SHARE







માળીયા (મી)ના નાની બરાર ગામે ઘરમાંથી દારૂ-બીયર ઝડપાયો: આરોપીની શોધખોળ

માળીયા મીયાણા તાલુકાના નાની બરાર ગામે મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂ અને બિયર મળી આવતા પોલીસે કુલ મળીને ૧૬૫૭૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ઘરધણી હાજર ન મળી આવતા તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના આશિષ ઉર્ફે મુન્નો વાલજીભાઈ ડાંગરના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરની અંદર રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૨૧ બોટલો તેમજ બિયરના ૭૨ ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૬૫૭૫ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને ઘરધણી આશિષ ઉર્ફે મુન્નો ડાંગર ઘરે હાજર ન હોવાથી તેની સામે હાલમાં માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News