લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા કો.ઓપ. પ્રોસેસીંગ સોસાયટી લી.ની ચૂંટણી ૧ લી માર્ચના રોજ યોજાશે


SHARE





વાંકાનેર તાલુકા કો.ઓપ. પ્રોસેસીંગ સોસાયટી લી.ની ચૂંટણી ૧ લી માર્ચના રોજ યોજાશે

વાંકાનેર કો.ઓપ. પ્રોસેસીંગ સોસાયટી લી. વાંકાનેર, મંડળીઓના પ્રતિનિધીઓની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા માટેની કામગીરી ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે તા.૧૩ થી ૧૬ સુધી કરવામાં આવશે. અને મળેલ ઉમેદવારી પત્રોની યાદી ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે તા.૧૬ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. આ ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૭ ના રોજ ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે કરવામાં આવશે. આ માન્ય ઉમેદવારી પત્રોની યાદી  તા.૨૦ ના રોજ  ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી અને પ્રાંત કચેરી વાંકાનેર ખાતે પ્રસિધ્ધ કરવાની કામગીરી કરવામાં આવનાર છે.

આ ચુંટણીમાં ઉમેદવારી પાછી ખેચી લેવાની કામગીરી ચૂંટણી અધિકારી અને મામલતદાર વાંકાનેરની કચેરી ખાતે તા.૨૧ કરવામાં આવશે. અને હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ તા.૨૧ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે અને મતદાન  તા.૧/૦૩ શ્રી વાંકાનેર તાલુકા કો.ઓપ. પ્રોસેસીંગ સોસાયટી લી. દાણાપીઠ, વાંકાનેર ખાતે કરવામાં આવનાર છે. જેની મતગણતરી તા.૦૧/૦૩ ના રોજ શ્રી વાંકાનેર તાલુકા કો. ઓપ. પ્રોસેસીંગ સોસાયટી લી. દાણાપીઠ વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે તેમ વાંકાનેર પ્રાંત અધિકારી અને ચુંટણી અધિકારી એ.એચ. સેરશિયાની યાદીમાં જણાવાયું છે.




Latest News