લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત: ઇજા પામેલ વૃદ્ધ દંપતી સારવારમાં


SHARE





મોરબીના પંચાસર રોડે બાઇક આડે ગાય ઉતરતા અકસ્માત: ઇજા પામેલ વૃદ્ધ દંપતી સારવારમાં

મોરબી શહેરના પંચાસરા રોડ ઉપરથી વૃદ્ધ પોતાના પત્નીને બાઈકમાં પાછળ બેસાડીને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકની આડે અચાનક ગાય આવી હતી જેથી ગાય સાથે બાઇક અથડાતાં અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં દંપતીને ઈજા થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવેલ છે અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ ડાઢાની વાડી ખાતે રહેતા કાનજીભાઈ ભીમજીભાઇ હડિયલ (૫૯) પોતાના પત્ની લક્ષ્મીબેન ભીમજીભાઇ (૫૭) ને બાઈકમાં પાછળના ભાગે બેસાડીને મોરબીના પંચાસર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકના આડે ગાય ઉતરતા ગાય સાથે બાઇક અથડાયું હતું અને જેથી બંનેને સારવાર માટે મોરબીની મધુરમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ફિનાઇલ પીધું
મોરબીમાં ગઢની રાંગ પાસે આવેલ ભરવાડ શેરીમાં રહેતી કાજલબેન વિજયભાઈ ભરવાડ (૩૦) નામની મહિલા કોઈ કારણોસર ફીનાઇલ પી ગઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
માટેલ રોડ ઉપર આવેલ તુલસી પેટ્રોલ પંપ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એમપીના કલ્યાણપુર ગામના રહેવાસી મડીયાભાઈ કાલુભાઈ પરમાર (૪૧) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News