મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબી ડો.મનિષ સનારીયાની આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સમાં ચેરપર્સન તરીકે નિમણુંક


SHARE











મોરબી ડો.મનિષ સનારીયાની આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સમાં ચેરપર્સન તરીકે નિમણુંક

સમગ્ર વિશ્વમાં તબિબી ક્ષેત્રે અવનવા સંશોધનો દીનપ્રતિદીન થઈ રહ્યા છે ત્યારે તબિબિ વિજ્ઞાન ની વિવિધ શાખાઓ દ્વારા પોતના કાર્યક્ષેત્રે સમયાંતરે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની કોન્ફોરન્સ યોજવામાં આવે છે જેમા સમગ્ર વિશ્વના ખ્યાતનામ નિષ્ણાંત તબિબો દ્વારા નવતર સંશોધનો તેમજ વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવા માં આવે છે

ત્યારે આગામી તા. ૧૯ થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે ઈન્ટરનેશન પિડીયાટ્રીક એસોશિયેશન તેમજ ઈન્ડીયન પિડીયાટ્રીક એસોશિયેશન દ્વારા 30th IPA Congress તથા 60th PEDICON 2023 નુ આયોજન કરવા માં આવેલ છે જે કોન્ફોરન્સમાં  મોરબીના બાળરોગના નિષ્ણાંત તબિબ સ્પર્શ બાળકો ની હોસ્પીટલ વાળા ડો. મનિષ સનારીયા ની Chair person તરીકે નિમણુંક કરવા માં આવી છે તે ઉપરાંત ડો. મનિષ સનારીયા દ્વારા ”A Rare But Classical & Different Presentation Of Sturge-Weber Syndrome” વિષય પર ઈ-પોસ્ટર રજુ કરવા માં આવશે તેમજ તેમની રજીસ્ટ્રેશન કમિટી માં કમિટી મેમ્બર તરીકે નિમણુંક કરવા માં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ના બાળરોગ ના નિષ્ણાંત તબિબ સ્પર્શ બાળકો ની હોસ્પીટલ વાળા ડો. મનિષ ભાઈ સનારીયા નાં કાર્યકાળ દરમિયાન AOP મોરબી બ્રાંચે વિવિધ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષા ના એવોર્ડ મેળવેલ છે ત્યારે આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સ માં ટોચ ના સ્થાન પર નિમણુંક પામી તબિબી ક્ષેત્રે મોરબી શહેર ની યશ કલગી માં વધુ એક પિંછુ ઉમેરાયુ છે. તેમની આ નિમણુંક બદલ ચોમેર થી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.






Latest News