લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: પરિણીતાએ દીકરીને જન્મ આપતા સાસરિયાનો ત્રાસ, ગુનો નોંધાયો


SHARE





મોરબી: પરિણીતાએ દીકરીને જન્મ આપતા સાસરિયાનો ત્રાસ, ગુનો નોંધાયો

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશિપમાં માવતરના ઘરે રહેતી પરણીતાએ તેના પતિ સહિત પાંચ વ્યક્તિઓની સામે મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેણીએ દીકરીને જન્મ આપતા અને કરિયાવર ઓછું લાવી છે તે બાબતે અવારનવાર તેની સાથે માથાકૂટ કરી બોલાચાલી કરી ગાળો આપી દુઃખ ત્રાસ આપતા હતા જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં શિવપ્રેમ હાઇટ્સ બી-૩૦૩ નંબરના ફ્લેટમાં માવતરના ઘરે રહેતી રિદ્ધિબેન મનદીપભાઈ ચીકાણી જાતે પટેલ (ઉમર ૩૧) એ હાલમાં મોરબી જિલ્લા મહીલા પોલીસ સ્ટેશન ખાતે મનદીપભાઈ નટુભાઈ ચીકાણી, સસરા નટુભાઈ વિઠ્ઠલભાઈ ચીકાણી, સાસુ નીતાબેન નટુભાઈ ચીકાણી, દિયર જયદીપભાઇ નટુભાઈ ચીકાણી રહે.અમદાવાદ અને મામાજી જીતુભાઈ ગોકળભાઈ કાલરીયા રહે.જેતપુર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પતિ અને સાસરીપક્ષ વાળા તથા મામાજી અવારનવાર નાની મોટી બાબતે તથા ઘરકામ અને કરિયાવર ઓછો લાવી છો તે બાબતે માથાકૂટ કરીને બોલાચાલી કરતા હતા અને તેણે દીકરીને જન્મ આપ્યો હોય તે સારું નહીં લાગતા અવારનવાર મેણાટોણા મારી ભૂંડા બોલી ગાળો આપી દુઃખ ત્રાસ આપતા હોય હાલમાં પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં વૃદ્ધને ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવપાર્ક સોસાયટીમાં રહેતા રમણભાઈ માણેકલાલ પાનસુરીયા નામના ૫૦ વર્ષીય વૃદ્ધને ઇજા પહોંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા અને વધુમાં તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે પીપળી રોડ ઉપર તેઓની સોસાયટીના ગેઇટ પાસે જ્યારે રમણભાઈ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લીધા હતા જે બનાવમાં ઇજાઓ થતા તેમને સારવારમાં ખસેડાયા હતા હાલ તાલુકા પોલીસ મથકના જિજ્ઞાસાબેન કણસાગરા આ અંગે તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસે રહેતા અર્જુન લલિતભાઈ રાજવર નામના ૪૦ વર્ષ યુવાનને ટીંબડી ગામ નજીક મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો અને હોસ્પિટલ તરફથી જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે નોંધ કરી આગની તપાસ કરવામાં આવી હતી.




Latest News