મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના ગુનામાં વધુ એક વ્યાજખોરોની ધરપકડ: એકની હજુ શોધખોળ ટંકારામાં લુંટ કરનાર આરોપીના જામીન મંજુર મોરબીમાં હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કરતાં યુવા શક્તિ ગ્રુપમાં વધુમાં વધુ રક્તદાતાઓને જોડાવા અનુરોધ મોરબીના જોધપર ગામ પાસે મચ્છુ-2 ડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત માળીયા (મી)ના નવી નવલખી ગામે હત્યાના આરોપીના ઘરમાં ઘૂસીને મૃતકના પરિવારજનોએ આગ ચાંપી દીધી: 1.5 લાખનું નુકશાન મોરબીના નીચીમાંડલ ગામ પાસે પાણીની ડોલમાં ડૂબી જવાથી 8 મહિનાના બાળકનું મોત વાંકાનેરના સરતનપર રોડે કારખાનાની લેબર કોલોનીના ત્રીજા માળની પારાપેટ ઉપરથી નીચે પડતાં યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નવાડેલા રોડે ઘરમાંથી નવ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE











મોરબીના નવાડેલા રોડે ઘરમાંથી નવ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ

મોરબી શહેરના નવા ડેલા રોડ ઉપર આવેલ રહેણાક મકાનમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નવ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ તથા મોબાઈલ મળીને ૮૩૭૫ ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી જોકે વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવાડેલા રોડ ઉપર અશોક પાનની બાજુમાં રહેતા હિતેશ ઉર્ફે મોઢિયો ધોળકિયાના ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમ દ્વારા તેના ઘરની અંદર દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી દારૂની નવ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ તથા પાંચ હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ આમ કુલ મળીને ૮૩૭૫ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે હિતેશ ઉર્ફે મોઢિયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા જાતે મોદી (૩૩) રહે. નવાડેલા રોડ અશોક પાનની બાજુમાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી સાબીર કાસમાણી રહે.પંચાસર રોડ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના પીપળી ગામ નજીક રહેતા દિવ્યેશ પ્રભુભાઈ પટેલ નામના ૩૨ વર્ષીય યુવાને પીપળી ગામે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે હોસ્પિટલ સૂત્રો તરફથી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના મહિલા એએસઆઇ જિજ્ઞાસાબેન કણસાગરાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ મફતપરા વિસ્તારમાં રહેતો રાહુલ દીપકભાઇ ભાંગેરીયા નામનો ૧૫ વર્ષીય સગીર મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ સર્કલ નજીક હતો ત્યાં તેને વાહન અકસ્માતમાં ઈજા થયેલી હોય તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જ્યાંથી પોલીસને જાણ કરાતા એ ડિવીઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.






Latest News