લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મેડીકલ કેમ્પ યોજીને માતા-પુત્રના જન્મદિવસ અને દંપતીની લગ્નવર્ષગાંઠ ઉજવાઇ


SHARE





મોરબીમાં મેડીકલ કેમ્પ યોજીને માતા-પુત્રના જન્મદિવસ અને દંપતીની લગ્નવર્ષગાંઠ ઉજવાઇ

મોરબીના નાના એવા ચી.રુદ્ર અને તેમની મમ્મી રૂચિતાબેન ભટ્ટના જન્મદિવસ તથા માતા ઋચિતાબેન ભટ્ટ ને પિતા દર્શનભાઇ ભટ્ટની લગ્નવર્ષગાંઠ નિમિતે પ્રેરણાદાયી સ્તુત્ય કાર્ય કરવામાં આવ્યુ હતુ જેમાં સતત પાંચમા વર્ષે તેઓના આર્થિક અનુદાનથી ડો.હસ્તીબેન મેહતાનો ૧૦૭ મો એક દિવસીય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.અહીંના સામાકાંઠે આવેલ શ્રી રામકૃષ્ણ તાલુકા શાળા, રામકૃષ્ણ નગર મોરબી-૨ ખાતે તા.૧૨-૨ ને રવિવાર બપોરે ૪ થી ૬ કેમ્પ યોજાયો હતો.જેમાં દર્દીઓનું વજન કરીને તપાસીને ત્રણ દિવસની દવા અને જરૂરિયાત મુજબ ડાયાબિટીસ, બ્લડ સુગર ટેસ્ટ ફ્રી તેમજ બીપી ચેક કરી આપવામાં આવ્યુ હતુ.આ કેમ્પને સફળ બનાવવા ફિરોઝભાઈ બગથરીયા, શાળાના આચાર્ય તેમજ સ્ટાફે જહેમત ઉઠાવેલ અને કેમ્પ સહાયક કોઠારીભાઈ, કૌશીકાબેન રાવલ, રશ્મિભાઈ દેસાઈ, ઋચિતા બેન ભટ્ટ, જીગર ભટ્ટ દ્વારા સેવા આપવામાં આવી હતી.શ્રીમતી ઋચિતાબેન ભટ્ટ દ્વારા દર્દીઓને ૫ રૂપિયામાં દવા આપવા માટે પણ આર્થિક સહયોગ આપવામાં આવે છે.




Latest News