લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડે કારખાનાના લેબર ક્વાર્ટરમાં અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત


SHARE





મોરબીના જેતપર રોડે કારખાનાના લેબર ક્વાર્ટરમાં અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મૃતક યુવાનના પિતા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક ના માતા પિતા તેને લગ્ન માટે કહેતા હતા ત્યારે મૃતક લગ્નની હાલ ના પાડતો હતો અને તે દરમિયાન તેણે ઉપરોક્ત પગલું ભરી દીધું હોય હાલ પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રેન્જ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મૂળ બોટાદના સુનીલ હંસરાજભાઈ સરવૈયા નામના ૨૨ વર્ષના યુવાને કોઈ કારણોસર તેના લેબર ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને મૃતક યુવાનના પિતા તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં તપાસ શરૂ કરી હતી.તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાને તપાસ સોંપવામાં આવેલી હોય તેઓ તથા તેમના રાઇટર દ્વારા તપાસ કરવામાં આવતા મૃતકના પિતાએ પ્રાથમિક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે તેમના દીકરાને તેઓ અવારનવાર લગ્ન માટે કહેતા હતા પરંતુ તેમનો દીકરો હાલ લગ્ન કરવા નથી તેમ જણાવતો હતો અને દરમિયાનમાં તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હોય હાલ કયા કારણોસર સુનીલે અંતિમ પગલું ભર્યું તે અંગે તેઓ પણ અજાણ હોવાનું તેઓએ જણાવ્યું હતું.વધુમાં જાણવા મળ્યા મુજબ સુનિલ મૂળ બોટાદનો વતની હતો હાલ તે કારખાનાના લેબર કવાટરમાં રહીને ત્યાં કામ કરતો હતો અને તેના પિતા કે જેઓ ડ્રાઇવિંગનું કામ કરે છે તે માતા-પિતા મોરબીમાં અન્ય જગ્યાએ રહે છે.

મહિલા સારવારમાં

મોરબીના શાકમાર્કેટ પાસે આવેલ લોહાણાપરા વિસ્તારમાં રહેતા જયશ્રીબેન મનીષભાઈ રાયચુરા નામના ૪૮ વર્ષીય મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલ તરફથી પોલીસને જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ તપાસ કરી હતી જેમાં ખુલ્યું હતું કે ઇજાગ્રસ્ત જયશ્રીબેન રાયચુરા બાઈકમાં બેસીને જેલ રોડ ઉપર આવેલ વૈજનાથ મહાદેવ મંદિરની પાસેથી જતા હતા ત્યાં રસ્તામાં તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા તેઓ પડી ગયા હતા જેથી ઇજાઓ પામતા તેમને સારવાર માટે લઈ જવાયા હતા.




Latest News