મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાંથી ૨૦ બોટલ દારૂ સાથે એક પડકાયો


SHARE







મોરબીના શનાળા રોડે હાઉસિંગ બોર્ડમાંથી ૨૦ બોટલ દારૂ સાથે એક પડકાયો

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મંદિર વાળી શેરીમાંથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૯૭૫૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની શંખેશ્વર મહાદેવ મંદિર વાળી શેરીમાંથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૦ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૯૭૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને દારૂનો જથ્થા સાથે તાહિરભાઈ યુનુસભાઈ બેલિમ જાતે અજમેરી (૩૨) રહે. વાવડી રોડ ભગવતી પાર્ક મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ પાસેથી હાલમાં મળી આવેલ દારૂની બોટલો તે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.


એક બોટલ દારૂ
મોરબી નજીકની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ઉમા રેસ્ટોરન્ટ નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ સાથે રાકેશ અંબાપ્રતાપભાઈ પંડ્યા જાતે બ્રાહ્મણ (૪૮) રહે. ગ્રીનચોક પાસે નાની બજાર મોરબી વાળાની ધરપકડ કરેલ છે.


દેશી દારૂ
વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમથી નાળિયેરી ગામ તરફ જવાના રસ્તે આવેલ ભુપતભાઈ ઉર્ફે ભૂદરના ખેતરની બાજુમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૪૦૦ લીટર આથો મળી આવ્યો હતી જેથી પોલીસે ૮૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી હાજર ન હોવાથી હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુપતભાઈ ઉર્ફે ભૂદર ધરમશીભાઈ વાઘાણી જાતે કોળી રહે હાલ તરકીયા ગામની સીમ તાલુકો વાંકાનેર મૂળ રહે નાળિયેરી વાળાની સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News