લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડી પાસેથી કતલખાને લઈ જવાતી ૯ ભેંસોને બચાવી : ડ્રાઇવરની ધરપકડ


SHARE





વાંકાનેરના રાતીદેવડી પાસેથી કતલખાને લઈ જવાતી ૯ ભેંસોને બચાવી : ડ્રાઇવરની ધરપકડ

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામ પાસેથી આઇસરમાં ૯ ભેંસને કોઈપણ પ્રકારની ચારા કે પાણીની વ્યવસ્થા વગર દોરડા વડે બાંધીને કતલખાને લઈ જતા હોય તેઓ સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ૨.૯૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં આઇસરના ડ્રાઇવર સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર નજીક આવેલ રાતીદેવડી ગામ પાસેથી આઇસર મેટાડોર પસાર થઈ રહ્યું હતું ત્યારે તેને રોકીને પોલીસે ચેક કરતા તેમાં દોરડા વડે ૯ ભેંસોને બાંધવામાં આવી હતી અને તમામ ભેંસના પગ અને મોઢા બાંધી દીધેલ હોય ક્રૂરતાથી તેને વાહનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કતલખાને લઈ જતા હોય તેવું જોવા મળ્યું હતું અને વાહનમાં ઘાસચારો કે પાણીની પણ કોઈ વ્યવસ્થા ન હતી જેથી કરીને પોલીસે બે લાખ રૂપિયાની કિંમતનું આઇસર તથા ૯૦ હજાર રૂપિયાની કિંમતની ભેંસો આમ કુલ મળીને ૨.૯૦ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આઇસરના ચાલક શૈલેષભાઈ ઝીણાભાઈ સિંધવ જાતે સરાણીયા (૧૯) રહે. ટંકારા જીઈબી પાછળ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે પશુ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાનો અધિનિયમ કલમ ૧૧ (ડી) (એફ) (એચ) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News