મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ મોરબીમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સત્યેશ્વર મહાદેવ મંદિરે બરફીલા બાબા અને ૧૨ જ્યોતિર્લિંગ દર્શનનું કરાયું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નજીક મુરઘીના થડાની બાજુમાં થડો મૂકવા બાબતે યુવાનને માર મરનારા ચાર શખ્સોની ધરપકડ


SHARE





મોરબી નજીક મુરઘીના થડાની બાજુમાં થડો મૂકવા બાબતે યુવાનને માર મરનારા ચાર શખ્સોની ધરપકડ

મોરબીમાં પાવળીયારી કેનાલ પાસે મુરઘીના થડા નજીક યુવાને તેના કાકાને મુરઘીનો થડો મૂકવો છે તેવું કહ્યું હતું જેથી તેને ચાર શખ્સો દ્વારા ધારિયા વડે હુમલો કરીને તેમજ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી યુવાને ચાર શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

મૂળ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના શિકારપુર ગામનો રહેવાસી અને હાલમાં મોરબીના વીસીપરામાં વાડી વિસ્તાર પાસે રહેતા તૈયબભાઈ ગુલમામદભાઇ માણેક જાતે મિયાણા (૩૨) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નિજામભાઇ ફતેમામદભાઇ મોવર, હાજીભાઇ ફતેમામદભાઇ મોવર, ફારૂકભાઇ ફતેમામદભાઇ મોવર અને મહમદસીદીકભાઇ ફતેમામદભાઇ મોવર રહે. ચારેય કાજરડા ગામ તાલુકો માળીયા(મિ.) વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી કે, નિજામભાઇનો ત્યાં મુરઘીનો થડો આવેલ છે તેની બાજુમાં તેના કાકાને મુરઘીનો થડો નાખવો છે જેથી કરીને નિઝામભાઈ મોવરે તેની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી ત્યારબાદ હાજીભાઈ મોવરે ધારિયા વડે હુમલો કરીને હાથની આંગળીઓમાં ઈજા કરી હતી અને ફારૂકભાઈ મોવર તેમજ મહમદસીદીકી મોવાર દ્વારા તેને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ તૈયાબભાઈ માણેકને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં નિજામભાઇ ફતેમામદભાઇ મોવર (૩૦), હાજીભાઇ ફતેમામદભાઇ મોવર (૨૦), ફારૂકભાઇ ફતેમામદભાઇ મોવર (૨૨) અને મહમદસીદીકભાઇ ફતેમામદભાઇ મોવર (૩૪) રહે. ચારેય કાજરડા ગામ તાલુકો માળીયા(મિ.) વાળાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર દ્વારા ધરપકડ કરવામાં આવી છે

અકસ્માતમાં ઈજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક સોસાયટીમાં આવેલ નિસર્ગ એપાર્ટમેન્ટમાં રહેતા ભુપેન્દ્રભાઈ રતિલાલ રાવલ નામના ૭૫ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતમાં ઈજા થતાં તેઓને અત્રે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાવડી રોડ ઉપરથી સ્કૂટર લઈને જતા સમયે રસ્તામાં તેઓનો સ્કૂટર સ્લીપ થઈ જતાં ઈજાઓ થવાથી ભુપેન્દ્રભાઈ રાવલને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.જ્યારે ટંકારા તાલુકાના મેઘપર ગામે રહેતા જીગ્નેશ કાનજીભાઈ રાઠોડ નામના ૨૪ વર્ષના યુવાને મોરબીના રવાપર રોડ ઉપર બાઈક લઈને જતા સમયે રસ્તામાં બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવવામાં ઇજાઓ પહોંચતા અત્રે ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસના વિપુલભાઈ ફૂલતારિયા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી




Latest News