મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

વાંકાનેરના વીરપર ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: ૨૩૯૮૦ ના મુદામાલ સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ


SHARE















વાંકાનેરના વીરપર ગામે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ: ૨૩૯૮૦ ના મુદામાલ સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ

વાંકાનેરના વીરપર ગામની સીમમાં વાડીની બાજુમાં સરકારી ખરાબની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો, તૈયાર દેશી દારૂ તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ ૨૩૯૮૦ ની કિંમતનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી એક શખ્સની ધરપકડ કરેલ છે જોકે, અન્ય ત્રણ શખ્સોના નામ સામે આવ્યા હોય તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને મળેલ બાતમી આધારે વાંકાનેરના વીરપર ગામની સોરસગો તરીકે ઓળખાતી સીમમાં મુકેશભાઈ મકવાણા અને મનીષભાઈ મકવાણાની વાડીના શેઢા પાસે સરકારી ખરાબાની જગ્યામાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૪૦૦ લીટર આથો, ૨૮૦ લિટર તૈયાર દેશી દારૂ, ગેસના છ બાટલા, ઈલેક્ટ્રીક પાણીની મોટર, પાણીના ખાલી બેરલ, ગેસના ચૂલા વગેરે મળી આવતા પોલીસે કુલ ૨૩૯૮૦ ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને મુકેશભાઈ રામજીભાઈ મકવાણા (૩૩) રહે. વીરપર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મનીષભાઈ રામજીભાઈ મકવાણા, જયેશભાઈ ટોટા જાતે ભરવાડ અને ગણેશભાઈ મોહનભાઈ મકવાણા રહે. ત્રણેય વિરપર વાળાના નામ સામે આવ્યા હોય તે ત્રણેય શખ્સોની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

સાપ કરડી ગયો

ટંકારા તાલુકાના છતર ગામ પાસે આવેલ જીઆઇડીસીમાં રહેતા દિવાનભાઈ ડામોરની ૧૨ વર્ષની દીકરી મનીષાબેન ડામોરને કારખાના પાસે સાપ કરડી જતા તેને સારવાર માટે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવા માટે કવાયત શરૂ કરી છે






Latest News