ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડે બેલા પાસેથી દારૂ-બીયર ભરેલ રિક્ષા સાથે એક શખ્સ ઝડપાયો


SHARE







મોરબીના જેતપર રોડે બેલા પાસેથી દારૂ-બીયર ભરેલ રિક્ષા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના જેતપર ઉપર બેલા ગામ પાસેથી પસાર થતી સીએનજી રીક્ષાને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી દારૂ બિયરની બોટલો મળી આવી હોય પોલીસે ૯૮૭૫ ની કિંમતની દારૂ બિયરની બોટલો તથા એક લાખ રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૧૦૯૮૭૫ ની કિંમતના મુદ્દા માલ સાથે એક શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસેથી રસ્તા ઉપરથી સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૬૧૦૧ પસાર થઈ રહી હતી ત્યારે તે રીક્ષાને મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને તે રીક્ષાને ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી દારૂ બિયરની બોટલો મળી આવી હોય પોલીસે દારૂ અને બીયરની કુલ મળીને ૪૨ બોટલો કબજે કરી હતી અને ૯૮૭૫ ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કરી એક લાખ રૂપિયાની રિક્ષાને પણ કબજે કરી છે અને કુલ ૧૦૯૮૭૫ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સાથે દીપસિંહ બહાદુરસિંહ જાડેજા જાતે દરબાર (૨૯) રહે. જીવાપર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ શખ્સ કોની પાસેથી દારૂની બોટલ લઈને આવ્યો હતો અને કોઈને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

અજાણી દવા પી ગઈ
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગર પાસે રહેતા કીર્તિબેન જયદીપભાઇ મારું (૨૫) નામની મહિલા પોતાની જાતે કોઈ અજાણી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો સાડા ત્રણ વર્ષ છે અને તેને એક સંતાન છે જોકે, કયા કારણોસર અજાણી દવા પીધી હતી તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે






Latest News