નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીના રાપર ગામ પાસે ઘોડાધ્રોઇ નદીમાંથી રેતીનું ખનન: ૩.૨૬ લાખની ખનીજની ચોરીની ફરિયાદ નોંધાઈ


SHARE





મોરબીના રાપર ગામ પાસે ઘોડાધ્રોઇ નદીમાંથી રેતીનું ખનન: ૩.૨૬ લાખની ખનીજની ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબી તાલુકાના રાપર ગામમાંથી પસાર થતી ઘોડાધ્રોઇ નદીપટ્ટ વિસ્તારમાંથી સાદી રેતીનું ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હતું જેથી કરીને રેતી ચોરી કરનાર શખ્સની સામે હાલમાં ખાણ ખનીજ વિભાગના અધિકારી દ્વારા ૩,૨૬,૮૫૦ ના ખનીજની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને મોરબી તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મુળ જામનગરમાં સરુ સેકશન રોડ શિવમ પેટ્રોલપંપની બાજુમાં રહેતા અને હાલમાં ત્રાજપર ચોકડી પાસે આવેલ લક્ષ્મીનારાયણનગરમાં રહેતા ખાણ ખનીજ વિભાગના અધિકારી મિતેશભાઇ રામભાઇ ગોજીયા (૨૯) દ્વારા વિપુલભાઈ શાંતિલાલ નિમાવત રહે. ૧૦૩સીટી પેલેસશનાળા રોડમોરબી વાળાની સામે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી તાલુકાના રાપર ગામમાંથી પસાર થતી ઘોડાધ્રોઇ નદીપટ્ટ વિસ્તારમાંથી આરોપીએ નિયમ ૨૨ ના શિડ્યુલ ׀׀׀ (C) મુજબ ૩૭૪.૮૫ મેટ્રિક ટન સાદી રેતી ખનિજના પ્રતિ મેટ્રિક ટનના રૂપિયા ૨૪૦ લેખે રૂપિયા ૮૯,૯૬૪ તેમજ શિડ્યુલ ॥।(D) મુજબ ૧ એસ્કેવેટર મશીનના ૨,૦૦,૦૦૦ તેમજ પર્યાવરણીય નુકશાની વળતરના સરકારના ઉધોગ અને ખાણ વિભાગગાંધીનગરના ઠરાવ તા.૧૦/૯/૨૦૧૮ ના નિયમ મુજબ સાદી રેતી ખનિજ માટે ખનિજ કિંમત રૂ.૨૪૦/- પ્રતિ મેટ્રિક ટનના ૪૧% લેખે બિનઅધિકૃત ખનનના ૩૬,૮૮૬ મળી કુલ ૩,૨૬,૮૫૦ ના ખનીજનું ખનન, વહન અને સંગ્રહ કરી ગુન્હો કર્યા છે જેથી કરીને હાલમાં તેની સામે તાલુક પોલીસ સ્ટેશન ખાતે આઇ.પી.સી. કલમ ૩૭૯ તથા ધ માઇન્સ એન્ડ મીનરલ્સ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એકટ-૧૯૫૭ ની કલમ ૪(૧)૪(૧) (એ)૨૧(૧) (૨) (૩) (૪) (૫) (૬) તથા ગુજરાત મિનરલ્‍સ (પ્રિવેન્‍શન ઓફ ઇલ્‍લીગલ માઇનીંગટ્રાન્‍સપોર્ટેશન એન્‍ડ સ્‍ટોરેજ) રૂલ્‍સ-૨૦૧૭ના તથા જી.એમ.એમ.સી.આર -૨૦૧૭ ના નિયમો મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે




Latest News