નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ મોરબી મહાપાલિકામાં મેયર-કમિશનર સહિતની જવાબદારી સાંભળનારા વિદ્યાર્થીઓની આંખમાં ગ્રીનસિટી-ક્લિનસિટીના સોનેરી સપના મોરબીના મકનસર ગામેથી પરણીતા ગુમ મોરબીના પ્રતાપગઢ ગામે એસીડ પી લેતા 77 વર્ષના વૃધ્ધનું મૃત્યુ મોરબી માર્કેટ યાર્ડની વેપારી પેનલમાં 4 અને ખેડૂત પેનલમાં 10 બેઠકો માટે આજે મતદાન: કાલે મત ગણતરી મોરબી જિલ્લાનું ગૌરવ: સર્જક-વિવેચક-સંશોધક ડૉ. ભાવેશ જેતપરિયાના 12 ગ્રંથોનું પ્રકાશન ટંકારાના મેઘપર ઝાલા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકાને રાજ્યપાલના હસ્તે રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અપર્ણ કરીને કરાયું સન્માન મોરબી જિલ્લામાં નાણાની ધિરધાર કરનાર ૫૪ શાહુકારો જિલ્લા રજિસ્ટ્રારે ફટકારી કારણદર્શક નોટિસ
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ નજીક સીરામીક કારખાનામાં સીડી ઉપરથી નીચે પટકાતાં બાળકનું મોત


SHARE





મોરબીના નીચી માંડલ નજીક સીરામીક કારખાનામાં સીડી ઉપરથી નીચે પટકાતાં બાળકનું મોત

મોરબીના નીચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં સીડી ઉપરથી નીચે પટકાતા માથામાં અને શરીરને ગંભીર થવાથી ચાર વર્ષના બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને ગયા હતા ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે જોઈ તપાસીને બાળકને મૃત જાહેર કરતા અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસે મોન્ટેલો સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા અનુજકુમાર યાદવનો ચાર વર્ષનો દીકરો અભી કારખાનામાં સીડી ઉપરથી નીચે પટકાયો હતો જેથી તેને માથામાં અને શરીર ઉપર ગંભીર ઈજા થઇ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી બેભાના હાલતમાં સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે, કારખાનાની પ્રીમાઈસીસમાં બાળકો શ્રમિકોની સાથે ન જાય તેના માટે થઈને અવારનવાર કારખાનેદારોને સૂચનાઓ અધિકારીઓ તરફથી આપવામાં આવે છે જોકે કારખાનેદારો અને કોન્ટ્રાક્ટ રાખનારા કોન્ટ્રાક્ટરો દ્વારા તકેદારી રાખવામાં આવતી ન હોવાથી અવારનવાર કારખાનામાં શ્રમિકોના બાળકો અકસ્માતનો ભોગ બનતા હોય છે તે હક્કિત છે




Latest News