વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

માળીયા (મી) પાસે એસટી બસ, ટ્રક ટ્રેલર અને ટેન્કર ત્રિપલ અકસ્માત: એક ડ્રાઈવરનું મોત, એક  સારવાર હેઠળ


SHARE











માળીયા (મી) પાસે એસટી બસ, ટ્રક ટ્રેલર અને ટેન્કર ત્રિપલ અકસ્માત: એક ડ્રાઈવરનું મોત, એક  સારવાર હેઠળ

મોરબી કચ્છ હાઇવે ઉપર આવેલ માળીયા નજીક ઓનેસ્ટ હોટલ પાસે ત્રીપલ અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બે ટ્રક અને એસટી અથડાવાનો બનાવ બનેલ છે અને આ ઘટનાની અંદર બંને ટ્રકના ડ્રાઈવરોને ઈજા થઈ હોવાથી તે બંનેને સારવાર માટે છે અને સદનસીબે અકસ્માતના આ બનાવની અંદર એસટીમાં બેઠેલા મુસાફરોમાંથી કોઈ જાનહાનિ કે ઈજા થયેલ નથી જો કે, હાલમાં એસટી બસના ચાલકે અકસ્માતના બનાવમાં મૃત્યુ પામેલા ટ્રક ટ્રેલરના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ઓનેસ્ટ હોટલ પાસે ટ્રક ટ્રેલર રોડનું ડિવાઇડર કૂદીને સામેના રોડ ઉપર આવ્યો હતો અને ત્યારે ટેન્કર સાથે અથડાતાં ટેન્કરની કેબિન છૂટી પડી ગઈ હતી અને તે બસની સાથે અથડાતાં ત્રિપલ અકસ્માત થયો હતો જેથી કરીને ફતેપુરથી અંજાર તરફ જતી એસટી બસ પણ અકસ્માતનો ભોગ બની હતી અને અકસ્માતના આ બનાવની અંદર બે ટ્રકના ડ્રાઇવરોને ઈજા થઈ હતી તેને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ મારફતે હોસ્પિટલોમાં લઈને આવ્યા હતા અને એસટી બસમાં બેઠેલા મુસાફરોમાંથી કોઈને ઈજા ન થઈ હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો જો કે, માળીયા કચ્છ હાઇવે ઉપર આવેલ ઓનેસ્ટ હોટલથી આગળના ભાગમાં ત્રીપલ અકસ્માતનો જે બનાવ બન્યો હતો તેમાં કચ્છ જિલ્લાના નાના થરાવડા ગામે રહેતા એસટીના ડ્રાઇવર મયુરભાઈ લક્ષ્મણભાઈ મરંડ જાતે આહીર (૩૪) એ ટ્રક ટેલરના નં જીજે ૧૨ બીડબલ્યુ ૬૭૮૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કે આરોપીએ તેના હવાલા વાળું ટ્રક ટેલર બેફિકરાઈથી ચલાવીને ડિવાઇડર ઉપરની સેફટીની જાળી તોડી રોંગ સાઈડમાં આવીને બસની આગળના ભાગે જતા ટેન્કર નં જીજે ૧૨ બીએફ ૦૩૯૧ ની કેબિન સાથે અથડાવ્યું હતું જેથી કરીને તે ટેન્કરની કેબીન છૂટી પડી ગઈ હતી અને એસટી બસ નં જીજે ૧૮ ઝેડ ૪૮૧૪ સાથે અથડાઈ હતી જેથી કરીને એસટી બસમાં નુકસાન થયું હતું અને ટેન્કરના ડ્રાઇવરને હાથે પગે ઈજા થઈ હતી તેમજ ટ્રક ટેલરના ડ્રાઇવરને પણ ઈજા થઈ હોવાથી તે બંનેને સારવારમાં લઈને આવ્યા જતાં ત્યાં સારવાર દરમ્યાન ટ્રક ટેલરના ડ્રાઇવરનું મોત નીપજયું હતું હાલમાં એસટી બસના ડ્રાઈવરને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટેલરના ડ્રાઈવર સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News