મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીના લૂંટાવદર પાસે જીવલેણ અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર રીક્ષા ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીના લૂંટાવદર પાસે જીવલેણ અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર રીક્ષા ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લૂંટાવદર ગામ પાસે કારખાના નજીક બાઇકને રીક્ષા ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બાઇક લઈને જઈ રહેલ યુવાનને ગંભીર ઇજા થઇ હતી માટે તેને રાજકોટ સુધી સારવારમાં લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજયું હતું હાલમાં આ બનાવમાં મૃતક યુવાનના પિતરાઈ ભાઈએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીએનજી રીક્ષાના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના મહારાજપુરનો રહેવાસી અને હાલમાં અમોન માર્શલ પણજી ગોવા ખાતે રહેતા બુધનભાઈ લાલનભાઈ વર્મા જાતે કોયરી (૪૦) એ સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૩૬૯૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લુટાવદર ગામ પાસે મેટ્રો કારખાનાની સામેના ભાગમાંથી તેનો કાકાનો દીકરો રંજીત (૨૦) બાઈક નંબર જીજે ૩ એફઆર ૯૭૧૮ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઇકને સીએનજી રીક્ષાના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદીના કાકાના દીકરાને ગંભીર ઇજા થઈ હોવાથી મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા તેની મોત નીપજયું હતું આ બનાવમાં હાલમાં મૃતકના પિતરાઇ ભાઈએ નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે સીએનજી રીક્ષા ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં મહેન્દ્રસિંહજી હોસ્પિટલની સામેના ભાગમાં આવેલ આઠ ઓરડી પાસે રહેતા ભાવેશભાઈ નીતિનભાઈને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ ભાવેશભાઈને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરીયાળીથી રંગપર વચ્ચે બાઈક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો જેમાં રંગપર ગામ પાસે રહેતા તોલાભાઈ ખેલજીભાઈ (૨૫) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી






Latest News