મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ઇ-શ્રમ કાર્ડ માટે મેગા ડ્રાઇવનું આયોજન: લોકોને લાભ લેવા અપીલ


SHARE





મોરબી જિલ્લામાં ઇ-શ્રમ કાર્ડ માટે મેગા ડ્રાઇવનું આયોજન: લોકોને લાભ લેવા અપીલ

સમગ્ર રાજ્યમાં શ્રમિકો માટે ઈ-શ્રમ કાર્ડ કઢાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં પણ ઈ-શ્રમ કાર્ડ કઢાવવાની ઝુંબેશ પુરજોશથી ચાલી રહી છે. મોરબી જિલ્લાના તમામ શ્રમિકોને ત્વરિત ઈ-શ્રમ કાર્ડ મળી રહે તે માટે કલેક્ટર જી.ટી. પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવના નેતૃત્વ હેઠળ જિલ્લા વહિવટીતંત્રના તમામ વિભાગો દ્વારા પુરજોશથી કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ ગ્રામ પંચાયત, સી.એસ.સી., નગરપાલિકા સહિતના સ્થળોએ વિશેષ કેમ્પનું  આયોજન કરવામાં આવી રહ્યું છે.


આ ઝુંબેશ અંતર્ગત હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યના માર્ગદર્શન હેઠળ સમગ્ર હળવદ તાલુકા તેમજ માળીયા તાલુકામા પ્રાંત કક્ષાએ ઈ-શ્રમ કાર્ડ નોંધણીની કામગીરી કરવામાં આવી રહી છે. વધુમાં તમામ શ્રમિકોએ જરૂર ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે પણ તેઓએ અપીલ કરી છે. ઈ-શ્રમ કાર્ડ યોજના અંતર્ગત જો અકસ્માતથી મૃત્યુ થાય અથવા સ્થાયી રૂપથી વિકલાંગ થાય તો ૨ લાખ રૂપિયા અને આંશિક રૂપથી વિકલાંગ થાય તો ૧ લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર છે. આરોગ્યને લગતી સ્કીમ, શિક્ષણ સહાય વગેરે જેવી ૧૦ થી વધુ યોજનાઓ કાર્ડમાં લિન્ક થતાં જ લાભ મળી શકશે. તેમજ આ કાર્ડ પૂરા ભારત દેશમાં માન્ય રાખવામાં આવશે અને અસંગઠીત શ્રમિકો જેવાકે બાંધકામ ક્ષેત્ર, ખેતી, મનરેગા, માછીમારો, આશા વર્કર બહેનો, આંગણવાડી, ફેરીયાઓ, ઘરેલુ કામદાર, રિક્ષા ડ્રાઇવર,  દૂધ મંડળીના સભ્યો અને આવા અસંગઠિત ક્ષેત્રે કામ ૧૬  થી ૬૦ વર્ષની ઉમર ધરાવતા શ્રમિકો નામ નોંધણી કરાવી શકશે. તેમજ શ્રમિકોએ માં આધારકાર્ડ નંબર, મોબાઈલ નંબર(આધાર લિંક હોવો જરૂરી) , બેન્ક એકાઉન્ટ નંબર IFSC કોડ સાથે જરૂરી દસ્તાવેજ સાથે રાખવા. તેમ હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની યાદીમાં જણાવાયું છે.

ડિટેઇન બિનવારસી વાહનની માલિકી અંગે

ટંકારા પોલીસ સ્ટેશનના રીપોર્ટ અનુસાર મોટર વ્હીકલ એક્ટની કલમ-૨૦૭ તથા C.R.P.C. ૪૧(૧) (D) ૧૦૨ તેમજ જી.પી. એક્ટ ૮૨(૨) અન્વયે ૮૯ જેટલા બિનવારસી તેમજ બિનધણીયાતા મુદામાલનો યોગ્ય નિકાલ કરવાનો છે. જેથી આ મુદામાલ જે કોઇપણ શખ્સ પોતાનો હોવાનો દાવો ધરાવતા હોય, તેમણે ૩ માસની અંદર માલિકીના આધાર પુરાવા દસ્તાવેજ સાથે મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી ટંકારા ખાતે અરજી કરવાની રહેશે. બિનવારસી મુદામાલના કોઇ માલિક રજુ નહીં થાય તો તમામ મુદામાલ સરકારશ્રીમા ખાલસા કરવામા આવશે. જેની દરેકે નોંધ લેવા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કે.જી. સખિયાની યાદીમાં જણાવાયું છે.




Latest News