મોરબીમાં વાહનનો ઓવરટેક કરવા બાબતે ઝઘડો કરીને સોની યુવાનની છરીના ત્રણ ઘા ઝીંકીને હત્યા; આજે સોની બજાર બંધ મોરબીની ઉમિયાનગર સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મી)ના સોનગઢ ગામે વીજપોલ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત લાલબત્તી સમાન કિસ્સો: ટંકારામાં નવો ફોન લેવાની જીદ કરતી પત્નીને પગાર આવે પછી ફોન લઈ આપવાનું પતિએ કહેતા મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યું વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાની તાંત્રિક કામગીરી ઝડપથી કરવા મંત્રીને ધારાસભ્યએ કરી રજૂઆત મોરબીની વિવેકાનંદ કન્યા શાળા ખાતે માતૃભાષા મહોત્સવ ઉજવાયો વાંકાનેરના મેસરીયા ગામે પોલીસ પ્રોટેક્શન સાથે કામ કરવા આવેલ જેટકોને અધિકારીઓને મહેશ રાજકોટીયાએ તતડાવી નાખ્યા મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
Breaking news
Morbi Today

લાલબતી સમાન ઘટના: મોરબીમાં મિત્રે કરાવેલ જલસાના ખર્ચની રકમ એકી સાથે માંગતા યુવાન વ્યાજના ચક્રમાં ફસાયો


SHARE













લાલબતી સમાન ઘટનામોરબીમાં મિત્રે કરાવેલ જલસાના ખર્ચની રકમ એકી સાથે માંગતા યુવાન વ્યાજના ચક્રમાં ફસાયો

મોરબી શહેરમાં રહેતા પરિવારો માટે લાલબત્તી સમાન કહી શકાય તેવો કિસ્સો હાલમાં મોરબીમાં સામે આવ્યો છે જેમાં યુવાને તેના મિત્ર સાથે હરવા ફરવા અને ખાવા પીવાની મોજ કરવામાં જે રૂપિયા ખર્ચ કર્યા હતા તે ૭૦૦૦ તેની પાસેથી એકી સાથે માંગ્યા હતા જેથી કરીને યુવાને વ્યાજે પૈસા લીધા હતા અને ત્યાર બાદ તે વ્યાજના ચક્રમાં ફસાઈ ગયો છે અને આજની તારીખે ફરિયાદી યુવાને કુલ મળીને ચાર વ્યક્તિઓ પાસેથી જે પૈસા લીધા હતા તેના કરતાં વધુ પૈસા પરત કરી દીધા છે તેમ છતાં પણ વ્યાજ, મુદ્દલ અને પેનલ્ટી આમ ગણીને તેની પાસેથી લાખો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલ શિવમ એપાર્ટમેન્ટના ફ્લેટ નં-૩૦૩ માં રહેતો અને ટાઇલ્સ કટીંગના કારખાનામાં ભાગીદાર ભવ્ય ભરતભાઈ ઘોડાસરા જાતે પટેલ (૧૯) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રિન્સ જાલરીયા મૂળ. લૂંટાવદર, અભિષેકભાઈ સોઢીયા રહે. વાવડી, રાકેશ બોરીચા અને ચેતન સામતભાઈ જેઠા રહે. વાવડી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે મોરબીના ચંદ્રેશનગર વિસ્તારમાં તેનો મિત્ર સાવન રાજપરા રહે છે જે તેને અવારનવાર હરવા ફરવા તથા જમવા માટે સાથે લઈ જતો હતો અને તમામ ખર્ચ જે તે સમયે સાવન આપતો હતો અને પાંચેક મહિના પહેલા સાવને તેની પાસેથી તેની પાછળ કરેલ ખર્ચા પૈકીના ૭૦૦૦ રૂપિયા માંગ્યા હતા અને ત્યારે તે યુવાને તેનો પગાર આવશે એટલે આપી દેશે કહેવું કહ્યું હતું જો કે, સાવને તાત્કાલિક તે રૂપિયા તેને આપવા માટે કહ્યું હતું જેથી ભરતભાઈ ઘોડાસરાએ જે તે સમયે પ્રિન્સ ઝાલરીયા જે તેનો સ્કૂલનો મિત્ર હતો તેની પાસે રૂપિયા માંગ્યા હતા અને ત્યારબાદ પ્રિન્સ ઝાલરીયા અને અભિષેક સોઢીયાએ તેને રોકડા ૧૦૦૦૦ રૂપિયા રોજના ૧૦૦ વ્યાજ લેખે ૧૫ દિવસમાં પાછા આપવાનું કહીને આપ્યા હતા અને જો પૈસા પાછા ન આપે તો પેનલ્ટી આપવી પડશે તેવું કહ્યું હતું 

જોકે ફરિયાદી યુવાને સમયસર પૈસાની વ્યવસ્થા ન થતા પ્રિન્સ ઝાલરીયા પાસેથી લીધેલા પૈસા ચૂકવ્યા ન હતા જેથી કરીને તેણે પૈસાની ઉઘરાણી કરતા તેના મિત્ર સર્કલમાંથી ઉછીના પૈસા લઈને તેણે પ્રિન્સ ઝાલરીયાને વ્યાજ, મુદ્દલ અને પેનલ્ટીની રકમ કરીને ૨૫૦૦૦ રૂપિયા પાછા આપી દીધા હતા જોકે, ત્યારબાદ સમયસર પગાર કે ધંધામાં નફો મળેલ ન હોવાથી જે લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા તેને પૈસા ચૂકવવા માટે તેણે ફરી પાછા પ્રિન્સ ઝાલરીયા અને અભિષેક સોઢીયા પાસેથી ૩૦૦૦૦ રૂપિયા વ્યાજે લીધા હતા અને તે ૩૦ હજાર રૂપિયાની સામે તેણે વ્યાજ, મુદ્દલ અને પેનલ્ટી ગણીને પોતાના ગૂગલ પેમેન્ટમાંથી ૩,૧૫,૭૨૫ અને તેના પિતાના આઇડીબીયાઈ બેન્કના એકાઉન્ટમાંથી ગુગ્લ પે ટ્રાન્જેક્શન કરી એક લાખ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ આ બંને શખ્સો દ્વારા તેની પાસેથી અવારનવાર રૂપિયાની માંગણી કરવામાં આવે છે અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે આટલું જ નહીં પરંતુ તે યુવાનના ભાઈનો ફોટો વ્હોટ્સએપમાં મૂકીને તેને ઉપાડી લેવાની ધમકી આ બંને શખ્સો દ્વારા આપવામાં આવી રહી છે 

આ ઉપરાંત ફરિયાદી યુવાને તેની સાથે અભ્યાસ કરતા રાકેશ બોરીચા પાસેથી ચારેક મહિના પહેલા ૫૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા અને દર ૧૦ દિવસે સાત હજાર રૂપિયા વ્યાજ આપવાની શરત રાખવામાં આવી હતી આજ દિવસ સુધીમાં રોકડા ૭૦ હજાર રૂપિયા તથા ઓનલાઈન ગૂગલ પે ટ્રાન્જેક્શનથી ૨૬૮૦૦ રાકેશ બોરીચાને આપી દીધા છે તેમ છતાં પણ રાકેશ બોરીચા દ્વારા ફરિયાદી યુવાન પાસેથી મુદ્દલ અને વ્યાજની રકમની ફોન ઉપર અવારનવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે તેવી જ રીતે મોરબીના વાવડી ગામે કબીર આશ્રમ પાસે રહેતા ચેતન સામતભાઈ જેઠા જે આરોપી રાકેશ બોરીચાનો મિત્ર છે તેની પાસેથી ૧.૮૫ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા તે પૈકીના ૫૫ હજાર રૂપિયા ઓફલાઈન ટ્રાન્જેક્શનથી અને બાકીના રૂપિયા અલગ અલગ જગ્યાએ આપેલ છે જે રૂપિયાનું દર ૧૦ દિવસે ૧૯૦૦૦ રૂપિયા વ્યાજ આપતો હતો અને તેણે ઓનલાઈન ટ્રાન્જેક્શનથી ૧,૧૮,૭૦૦ તથા તેના પિતાના ખાતામાંથી ૧,૬૫,૦૦૦ ચૂકવી દીધેલ છે તેમ છતાં ફરિયાદીના મિત્ર હિત સવસાણીની સ્વિફ્ટ કાર નં જીજે ૧ આરબી ૫૫૫૨ જે ફરિયાદી યુવાન પાસે હતી તે કાર તેની પાસેથી આરોપી લઈ ગયેલ છે અને હાલમાં પણ તે કાર ચેતનભાઈ પાસે જ છે અને અવારનવાર ચેતનભાઇ ફોન ઉપર પઠાણી ઉઘરાણી કરી અને સમયસર પૈસા નહીં આપે તો સારા વાટ રહેશે નહીં તેવી ધમકી આપે છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ચારેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.








Latest News