નશાની ખેતીનો એન્ટી નાર્કોટીક્સ વિભાગે કર્યો પર્દાફાશ: હળવદના ચિત્રોડી ગામે ખેતરમાં ગાંજાના 300 છોડનું વાવેતર ! મોરબી નજીક રૂપિયાની લેતી દેતી બાબતે માથાકૂટ કરીને વૃદ્ધની નિર્મમ હત્યા કરવાના ગુનામાં 7 આરોપીની ધરપકડ મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મના ગુનામાં મહિલા કોર્પોરેટરના પતિની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી મોરબીના વજેપર ગામમાં સતવારા જ્ઞાતિ હિતેચ્છુ મંડળ ટ્રસ્ટના હિસાબને લઈને ગ્રામજનોએ ચેરિટિ કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને માર માર્યો મોરબીના લક્ષ્મીનગર પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બે લોકો સારવારમાં મોરબીના ટિંબડી ગામે રૂપિયાની લેતી દેતી બાબતે વૃદ્ધને કપાળમાં ધારિયું મારીને સ્કોર્પિયો નીચે ઢસડીને કરાઇ હત્યા: 7 શખ્સો સામે ફરિયાદ મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને ફટકારી બે વર્ષ સજા, ૧૮.૩૬ લાખનો દંડ
Breaking news
Morbi Today

મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં પેટમાં દુખાવો થતા માતા સાથે દવાખાને ગયેલ સગીરા પ્રેગ્નેટ હોવાનું ખુલ્યું..! : કૌટુંબિક ભાઈએ સગીરા સાથે આચાર્યુ દુષ્કર્મ, ફરિયાદ નોંધાતા તપાસ ચાલુ


SHARE









મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં પેટમાં દુખાવો થતા માતા સાથે દવાખાને ગયેલ સગીરા પ્રેગ્નેટ હોવાનું ખુલ્યું..! : કૌટુંબિક ભાઈએ સગીરા સાથે આચાર્યુ દુષ્કર્મ, ફરિયાદ નોંધાતા તપાસ ચાલુ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરી ગત સાતમ આઠમ સમયે ઘરે હતી ત્યારે તેણીના કૌટુંબિક ભાઈએ તેણીની સાથે તેણીની ઈચ્છા વિરુદ્ધ બળજબરી આચરી હતી અને જેના લીધે સગીરા ગર્ભવતી બની ગઈ હતી.જોકે પેટમાં દુખાવો ઉપડતા માતા સાથે દવાખાને જતા સગીરાને સાત માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું..! અને બાદમાં પરિવારે તેણીને વિશ્વાસમાં લઈને પુછરરછ કરતા કૌટુંબિક ભાઈએ જ તેણીની ઈચ્છા વિરુદ્ધ તેણીની સાથે "સંબંધ" બાંધ્યો હોવાની હકીકત વર્ણવતા હાલ સગીરાની માતા દ્વારા ફરિયાદ નોંધાવાતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે બળાત્કાર અને પોક્સો એકટની હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને પેટમાં દુખાવો થતાં તેણી તેની માતાની સાથે દવાખાને ગઈ હતી અને દરમિયાનમાં ત્યાં તપાસ કરવામાં આવતા ડોક્ટરે સગીરા ગર્ભવતી હોવાનું અને સાત માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું.જેથી પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બાદમાં ઘરે આવીને સગીરાને વિશ્વાસમાં લઈને તેણીની પૂછપરછ કરવામાં આવતા સગીરાએ આપવીતી સંભળાવી હતી અને તેમાં તેણીએ જણાવ્યું હતું કે, ગત ઓગસ્ટ માસમાં સાતમ-આઠમના સમયે તેઓના ઘેર તેમનો કૌટુંબિક ભાઈ આવ્યો હતો અને રાત્રિ દરમિયાન તેણીની ઈચ્છા વિરુદ્ધ તેણીની સાથે "સંબંધ" બાંધ્યો હતો અને બાદમાં હવે તેણીને પેટમાં દુખાવો થવા લાગતાં દવાખાને તપાસ કરવામાં આવી હતી અને મેડીકલ તપાસમાં સગીરાને સાત માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું હાલ ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધાવવામાં આવતા પીઆઇ દેકાવાડીયા દ્વારા કલમ ૩૭૬(૨)(જે), ૨૭૬(૩) અને પોકસો એકટની જુદીજુદી કલમો હેઠળ મૂળ મોરબી હાલ ગાંધીધામ (કચ્છ) રહેતા શખ્સની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા માટે આગળની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

મારામારીમાં ઈજા તથા સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલ વૃંદાવન પાર્ક વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ વલ્લભભાઈ પટેલ નામના ૫૫ વર્ષીય આધેડને મોરબીના સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલની પાસે મારામારીના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે મોડીરાત્રીના બારેક વાગ્યે સિવિલે ખસેડાયા હતા સિવિલ હોસ્પિટલ દ્વારા સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.તેમજ મૂળ રાજસ્થાનના અલવાર જિલ્લાના રહેવાસી હજારીભાઈ ખયાલીરામ મેડા નામના ૪૦ વર્ષીય યુવાનને મોરબીના વેન્ટેજ સિરામિક નજીક મારામારીના બનાવમાં ઈજા પહોંચતા તેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા મારામારીના આ બનાવ અંગે આગળની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.




Latest News