મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડી પાસે પગપાળા જતા આધેડ મહિલાને બાઈક સવારે હડફેટે લેતા મહિલાનું મોત : બાઈક સવાર પણ ઇજાગ્રસ્ત


SHARE











મોરબીની ત્રાજપર ચોકડી પાસે પગપાળા જતા આધેડ મહિલાને બાઈક સવારે હડફેટે લેતા મહિલાનું મોત : બાઈક સવાર પણ ઇજાગ્રસ્ત

મોરબીના સામાકાંઠે ત્રાજપર ઓવરબ્રિજ નજીક ગત મોડી સાંજે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફુલ સ્પીડમાં જતા બાઈક સવાર યુવાને સામાકાંઠે રહેતા આધેડ મહિલાને હડફેટે લેતા સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં ગંભીર ઇજાઓ થવાથી ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું તેમજ બાઈક સવાર યુવાનને પણ ઇજાઓ પહોંચી હોય તેને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.હાલ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ઓવર બ્રિજ નજીક વાહન અકસ્માતનો ગંભીર બનાવ બન્યો હતો જે ગંભીર અકસ્માતના બનાવમાં પગપાળા જઈ રહેલા કમળાબા હસ્તસિંહ ઝાલા રહે.આનંદનગર વાંકાનેર હાઇવે સામાકાંઠે મોરબી-૨ નામના ૫૦ વર્ષીય આધેડ મહિલાને બાઈક સવાર રોહન પુનાભાઈ બથવાર (ઉંમર ૨૦) રહે. કુબેર ટોકીઝ પાછળ વાંકાનેર હાઇવે સામાકાંઠે મોરબી-૨ વાળાએ હડફેટે લીધા હતા જેથી માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી ટૂંકી સારવાર દરમિયાન કમળાબા ઝાલા નામના ૫૦ વર્ષના આધેડ મહિનાનું મોત નિપજયુ હતું અને તેમના મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડાયો હતો જ્યાંથી બનાવ અંગે જાણ કરવામાં આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે વધુમાં મળતી માહિતી મુજબ બાઇક સવાર યુવાન રોહન પુના બથવારને પણ ઇજાઓ પહોંચેલી હોય તેને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર પાસે આવેલ રામેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા કાંતિભાઈ અવચરભાઈ બાવરવા નામના વ્યક્તિને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા તેમને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી બી ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવેલી હોય બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડાએ આગળની તપાસ કરી હતી જેમાં ખુલ્યું હતું કે, કાંતિભાઈ અવચરભાઈ બાવરવાને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા અને તે બનાવમાં તેઓને ઇજાઓ પહોંચતા તેઓને હાલ સારવારમાં ખસેડાયા છે.

મારામારીમા ઈજા થતાં મહિલા સારવારમાં

મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર કુળદેવી પાન નજીક રહેતા હીનાબેન અનવરભાઈ પલેજા નામની ૨૧ વર્ષીય મહિલાને મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી જેથી કરીને સિવિલે સારવાર માટે લઈ જવામાં આવી હતી અને સિવિલ હોસ્પિટલ ખાતે તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા બનાવની નોંધ કરી કયા કારણોસર મારામારીનો બનાવ બન્યો છે તે દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.






Latest News