મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી મોરબી : જાણીતા યુવા લેખક અને સંશોધક પરમ જોલાપરાને ઓથર ઇન્કવેલ એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી જિલ્લામાં ઉંદર પકડવાની જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીમાં લોનનો એક હપ્તો ન ભરતા યુવાનનું અપહરણ કરીને માર મારવાના ગુનામાં એજન્ટ સહિત ચારની ધરપકડ


SHARE











મોરબીમાં લોનનો એક હપ્તો ન ભરતા યુવાનનું અપહરણ કરીને માર મારવાના ગુનામાં એજન્ટ સહિત ચારની ધરપકડ

મોરબીના સનાળા રોડ ઉપર રહેતા યુવાને ખાનગી ફાઈનાન્સ પેઢીમાંથી લોન લીધી હતી જેનો માસિક એક હપ્તો ભર્યો ન હોવાથી ફાઇનાન્સ કંપનીનું રિકવરીનું કામ કરતા શખ્સ દ્વારા તે યુવાનનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને બાયપાસ રોડ બાજુ લઈ જઈને ત્યાં ગાળો આપીને પ્લાસ્ટિકના પાઇપ પડે માર મારીને લોનના હપ્તા ન ભરે તો ટાંટિયા ભાંગી નાખીશ એવી ધમકી આપવામાં આવી હતી જે ગુનામાં પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ જૂના ઘાટીલા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાળા રોડ ઉપર સ્કાય મોલની સામેના ભાગમાં પી.જી. ક્લોક લીમડા પાન વાડી શેરીમાં લાલજીભાઈ અઘારાના મકાનમાં ભાડેથી રહેતા સંજયભાઈ ધનજીભાઈ વિડ્જા જાતે પટેલ (૩૯) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઋતુરાજસિંહ રહે મૂળ ધુળકોટ અને તેની સાથે આવેલા અન્ય ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેણે મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ કોહીનુર કોમ્પલેક્ષ ખાતે આવેલી હિન્દુઝા ફાઇનાન્સમાંથી ૮.૩૦ લાખની લોન લીધી હતી જેનો માસિક એક હપ્તો ન ભર્યો હોવાથી ફાઇનાન્સ કંપનીના રિકવરી એજન્ટ ઋતુરાજસિંહ દ્વારા ફરિયાદી યુવાનની કાર નં જીજે ૩ કેપી ૬૩૬૫ ની આડે પોતાની સફેદ કલરની ગાડી ઉભી રાખીને ગાડીમાંથી ઉતરીને ફરિયાદી યુવાને ગાળો આપી હતી અને બળજબરીથી તેની ગાડીમાંથી ઉતારીને પોતાની ગાડીમાં બેસાડીને તેને મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલ ખુલ્લા વંડામાં લઈ ગયા હતા અને ત્યાં પાછળથી ત્રણ અજાણ્યા શખ્સો આવી ગયા હતા અને ત્યારે ઋતુરાજસિંહે કહેલું કે તું કેમ મકાનની લોન ના હપ્તા ભરતો નથી અને ભૂંડા બોલી ગાળો આપી હતી ત્યારબાદ ત્યાં હાજર રહેલા ત્રણ અજાણ્યા માણસો દ્વારા પ્લાસ્ટિકના પાઇપ પડે આડેધડ માર મારવામાં આવ્યો હતો અને સમયસર મકાનની લોનના હપ્તા ન ભરે તો તારા ટાંટિયા ભાંગી નાખશું તેવી ધમકી આપી હતી જેથી યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઋતુરાજસિંહ સહિત ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૪૧૩૬૫૩૨૩૫૦૪૫૦૬૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં એ ડિવિઝનના પીએસઆઈ આર.એમ. ભટ્ટ તથા સ્ટાફના માણસો દ્વારા ઋતુરાજસિંહ ઉર્ફે ઋતુ પ્રદ્યુમનસિંહ જાડેજા જાતે દરબાર (૨૭) રહે. તિરૂપતિનગર સોસાયટી ઓસેમ પ્લે હાઉસ સામે રવાપર રોડ મોરબી મૂળ રહે. ધુળકોટ (હળવદ)સંજય ઉર્ફે સલો પ્રેમજી ચૌહાણ જાતે ભીલ (૨૬) રહે. પરસોતમ ચોક સતવારા બોર્ડિંગ પાસે કાલીકા પ્લોટ શેરી નંબર-૫ મોરબીસુરેશ ઉર્ફે સુરો દાના હણ જાતે રબારી (૨૦) રહે. પરસોતમ ચોક કાલીકા પ્લોટ મોરબી અને બ્રિજરાજસિંહ જગતસિંહ જાડેજા જાતે દરબાર (૩૧) રહે.પરસોતમ ચોક સતવારા બોર્ડિંગ પાસે કાલિકા પ્લોટ મોરબી વાળાઓની ઉપરોક્ત ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે.






Latest News