લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા ટીબી હારેગા ભારત જીતેગા અંતર્ગત પોષણ કીટનું વિતરણ મોરબીમાં કુતરાને મારવાની માથાકૂટમાં મારામારી ! મોરબીમાંથી ગુમ થયેલ મહિલાની શોધખોળ શરૂ મોરબી રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અન્વયે જિલ્લામાં અનાજ સંગ્રહ માટે ગોડાઉન ભાડે રાખવા અરજીઓ મંગાવાઈ મોરબીમાં પત્નીને લગ્નેતર પ્રેમસબંધ હોય યુવાને ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરવા મામલે નોંધાયેલ ગુનામાં મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબીમાં ચાર્જમાં રહેલ સસ્તા અનાજની દુકાનો બાબતે જાહેરનામુ બહાર પાડો: પી.પી.જોષી ઓપરેશન ડેલ્ટા હન્ટની અસર: મોરબી જિલ્લામાંથી બે બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ મોરબીમાં યુવાનની 12 મી વખત રક્તદાન કરીને જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાંથી લાખોના મુદામાલની ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાંથી લાખોના મુદામાલની ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાંથી ચોરી કરવામાં આવી હતી જે ગુનામાં હજુ એક આરોપીને પકડવાનો બાકી હતો દરમ્યાન તાલુકા પોલીસે ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

રાજકોટના રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા અનડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓને શોધી કાઢવા તેમજ નાસતા- ફરતા આરોપીઓને પકડી પાડવા ડ્રાઇવનું આયોજન કરેલ છે જેથી કરીને મોરબી જીલ્લામાં એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે મોરબી તાલુકાના સાદુળકા ગામની સીમમાં પાણી પુરવઠા વિભાગના સ્ટોર રૂમમાંથી પંપ, વાયર વિગેરેની લાખો રૂપિયાના મુદામાલની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને નોંધાયેલ હતી જેના આધારે અગાઉ તપાસ દરમ્યાન ૮ આરોપીઓને પકડવામાં આવ્યા હતા જો કે, એક આરોપીને પકડવાનો બાકી હતો તે નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડી તજવીજ ચાલુ હતી તેવામાં દિનેશભાઇ બાવળીયા, ભગીરથભાઇ લોખીલ તથા કુલદિપભાઇ માનગઢને ટીમને ખાનગી બાતમી મળી હતી કે, જે આરોપી પકડવાનો બાકી છે તે મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપર છે જેથી પોલીસ ત્યાં પહોચી હતી અને બાતમી મુજબનો શખ્સ ત્યાંથી મળી આવ્યો હતો જેથી તેને પકડીને પુછપરછ કરતા તે ચોરીમાં સંડોવાયેલ હોવાની કબુલાત આપી હતી જેથી કરીને તાલુકા પીએસઆઇ એસ.એન. સગારકા અને તેની ટીમે આરોપી વિશાલભાઇ ઉર્ફે દૂદો સુરાભાઇ ભીલી રહે. અમરાપર (ખડીર)તાલુકો ભચાઉ જિલ્લો કચ્છ વાળાની ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇની સૂચના મુજબ પીએસઆઈ વી.જી.જેઠવા અને એસ.એન.સગારકા તથા જયદેવસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, દિનેશભાઇ બાવળીયા, હરેશભાઇ આગલ, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, જગદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા, પૃથ્વીરાજસિંહ મોરી, કુલદિપભાઇ કાનગડ તથા વિજયભાઇ સવસેટા દ્વારા કરવામાં આવી હતી






Latest News