મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીની ત્રાજપર ચોકડીએ બાઈક ચાલકે રાહદારી મહિલાને હડફેટે લેતા મહિલાનું મોત: ગુનો નોંધાયો


SHARE





મોરબીની ત્રાજપર ચોકડીએ બાઈક ચાલકે રાહદારી મહિલાને હડફેટે લેતા મહિલાનું મોત: ગુનો નોંધાયો

મોરબીના સામાકાંઠે ત્રાજપર ઓવરબ્રિજ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફુલ સ્પીડમાં જતા બાઈક સવાર યુવાને રાહદારી આધેડ મહિલાને હડફેટે લીધા હતા અને મહિલાને ગંભીર ઇજા થયેલ હોવાથી ટૂંકી સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું તેમજ બાઈક સવાર યુવાનને પણ ઇજાઓ પહોંચી હોવાથી તેને સારવારમાં ખસેડાયો હતો હાલ આ બનાવમાં મૃતક મહિલાના પતિએ બાઇક ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ઓવર બ્રિજ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કમળાબા હસ્તસિંહ ઝાલા (૫૦) રહે.આનંદનગર વાંકાનેર હાઇવે સામાકાંઠે મોરબી-૨ વાળા ચાલીને જતાં હતા ત્યારે તેમણે બાઈક લઈને જઈ રહેલા રોહન પુનાભાઈ બથવાર (૨૦) રહે. કુબેર ટોકીઝ પાછળ વાંકાનેર હાઇવે સામાકાંઠે મોરબી-૨ વાળાએ હડફેટે લીધા હતા જેથી મહિલાને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થવાથી ટૂંકી સારવાર દરમિયાન કમળાબા ઝાલાનું મોત નિપજયુ હતું અને તેમના મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડાયો હતો અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડાએ તપાસ હાથ ધરી હતી અને હાલમાં મૃતક મહિલાના પતિ હસ્તસિંહ ભારતસિંહ ઝાલા જાતે. દરબાર (૫૮)એ બાઇક ચાલક રોહન પુનાભાઈ બથવારની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે




Latest News